________________
પરિચ્છેદ ૭
૩૮
અને ( ગાણિતિક ) પ્રમાણની દૃષ્ટિએઃ --
સતના પરિવર્તનશીલ સદસની સાથે જે સબંધ છે, તે જ શુદ્ધ બુદ્ધિ અને અભિપ્રાય વચ્ચેનું પ્રમાણ છે;
અને બુદ્ધિ તથા અભિપ્રાય વચ્ચે જે પ્રમાણ છે તેમ વિજ્ઞાન અને માન્યતા વચ્ચેનું તથા મતિ અને પડછાયાને ગ્રહણ કરનાર શક્તિ વચ્ચેનું સમજવું.
પરંતુ અભિપ્રાયના તથા બુદ્ધિના વિષયના પેટા ભાગેા તથા વધારાનાં ( ગાણિતિક ) પ્રમાણનું નિરૂપણ આપણે મુલતવી રાખીશું, કારણ અત્યારની ચર્ચા કરતાં એ કેટલીય વધારે લાંખી થશે.
(૪) તેણે કહ્યું: હું જેટલે અંશે સમજું છું તેટલે અંશે સંમત થાઉં છું.
મેં કહ્યું: આન્ત્રાક્ષિકીના અભ્યાસી પ્રત્યેક વસ્તુતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે—એવા એના વર્ણનમાં પણ તમે સ ંમત થાઓ છે તે? અને જેનામાં આ જ્ઞાન નથી તેમ જ તે કારણે આવું જ્ઞાન બીજાને આપવા જે અશક્ત છે, તે જેટલે અંશે તેમાં નિષ્ફળ જાય છે, તેટલે અંશે બુદ્ધિના વ્યાપારમાં પણ એ નિષ્ફળ જાય છે એમ કહી શકાય? તમે આટલું સ્વીકારી છે ?
તેણે કહ્યું: હા, હું એની ના કેમ પાડી શકું?
અને ષ્ટના જ્ઞાન વિશે પણ તમે આ પ્રમાણે જ કહે, ખરુ તે? ઇષ્ટના તત્ત્વની બુદ્ધિપુરઃસર વ્યાખ્યા આપી ન શકે તથા માણસ વિચારની ભૂમિકા પર જઈ ન શકે, અને (૬) જ્યાં સુધી દલીલના એક પણ પગલે કદી ચેાથવાયા વગર, અભિપ્રાયનાં નહિ પણ પરમ સત્યનાં પ્રમાણા દ્વારા, એ તમામ વાંધાઓ સામે બીડું ન ઝડપે તથા એને ખાટા સાબીત ન કરે,—આ બધું એ કરી ન શકે ત્યાં સુધી તમારે એમ કહેવું જોઈ એ કે ઇષ્ટના તત્ત્વનું કે ખીજા કાઈ ( વિશિષ્ટ ) દષ્ટનું અને જ્ઞાન નથી; જો એ કશાને નણતા હોય તેા વિજ્ઞાનનું