________________
३.२
પરિછેદ ૭. તેણે કહ્યું: હા, પરમેશ્વરના કસમ ! અને તેઓ જેને એકબીજામાં સમાઈ ગયેલા સ્વરે કહે છે તે વિશે જ્યારે તેઓ વાત કરે છે ત્યારે તે જાણે કોઈ રમત ચાલતી હોય એમ લાગે છે. જાણે પાડોશીના ઘરની દિવાલ આડેથી લેકેના શબ્દ સાંભળવા પ્રયત્ન કરતા હોય તેમ તેઓ ઠેઠ તાર આગળ પોતાના કાન ધરે છે, અને એમાંના કેટલાએક એમ જાહેર કરે છે કે તેઓ (બે સ્વર વચ્ચે) એક મધ્યસ્થ સ્વર પારખી શકે છે, તથા તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર તેમણે શોધી કાઢયું છે, જેને સ્વરેની ભિન્નતા માપવા માટેના ધોરણ તરીકે સ્વીકારવું જોઈએ અને બીજાઓ એમ પ્રતિપાદન કરે છે કે બંને અવાજે એકબીજામાં સમાઈ જાય છે—અને દરેક પક્ષ પોતાની બુદ્ધિ કરતાં (વ) કાનને વધારે મહત્ત્વ આપે છે. *
મેં કહ્યું. જે સથ્રહસ્થા (વાજિંત્રના) તારને ચીડવે છે અને રીબાવે છે, તથા વાજિંત્રની ખીંટીઓ પર ખેંચે છે તેમને વિશે તમે ઉલ્લેખ કરે છે. આ રૂપકને લંબાવીને હું કહી શકું કે તાર ખેંચવાના ડટ્ટાથી તેઓ ઠોકે છે, તથા જે સ્વર કાઢવાનો હોય તેને કરતાં તાર થોડે આગળ કે પાછળ હોય તેવો આક્ષેપ તેઓ તાર પર મૂકે છે: પણ આ રીતની ચર્ચા કંટાળાભરેલી થઈ પડે અને તેથી હું એટલું જ કહીશ કે આપણે જેમને ઉલ્લેખ કર્યો હતે તે લોકો આ નહિ પરંતુ પિથાગોરાસના અનુયાયીઓ છે જેમની સાથે સંવાદના પ્રશ્નની ચર્ચા કરવાની મેં હમણાં જ સૂચના કરી હતી. કારણ ખગોળવેત્તાઓની જેમ તેઓ પણ ભૂલથાપ ખાય છે; (૪) શ્રાવ્ય સંવાદના અંકનું જ તેઓ અન્વેષણ કરે છે, સમસ્યા + કે ફૂટ પ્રશ્નો સુધી તેઓ જતા નથી એટલે કે અંકોમાં રહેલા નૈસર્ગિક સંવાદો સુધી તેઓ કદી જતા
૧ અથવા “જાણે સ્વરને પકડવા મથતા હોય તે રીતે, પોતાના પાડોશીના વાજિંત્રની અડોઅડ.”
* કૃતિઓ સંબંધી આ ચર્ચા છે. + Problem–જુઓ ઉપર.