________________
૪૪
પરિછેદ ૬ ઇષ્ટ છે એવું પ્રતિપાદન કરે છે પરંતુ કુશાગ્ર બુદ્ધિવાળા માણસે કહે છેઃ જ્ઞાન ઇષ્ટ છે ?
અને તમે એ પણ જાણે છે કે બીજા વર્ગના (કુશાગ્રબુદ્ધિવાળા વિચાર) જ્ઞાનને પોતે શો અર્થ કરે એ સમજાવી શકતા નથી, પણ છેવટે એમને એટલું જ કહેવું પડે કે –ઈષ્ટનું જ્ઞાન ?
કેટલું હાસ્યાસ્પદ !
(#) મેં કહ્યું. હા, કે આપણને ઈષ્ટનું જ્ઞાન નથી એમ ઠપકે દેતા તેઓ શરૂ કરે છે અને પછી આપણને એનું જ્ઞાન છે એમ તેઓ પોતે જ સ્વીકારી લે છે કારણ ઈષ્ટ એટલે ઈષ્ટનું જ્ઞાન એવી તેઓ ઈષ્ટની વ્યાખ્યા આપે છે, જાણે કે તેઓ જ્યારે “ઈષ્ટ' શબ્દ વાપરે છે ત્યારે આપણે એમને સમજતા હોઈ એ નહિ–આ અલબત્ત હાસ્યાસ્પદ છે જ.
તેણે કહ્યું. સૌથી સાચું.
અને જેઓ સુખને પિતાનું ઇષ્ટ ગણે છે તેઓ પણ એટલા જ ભ્રમમાં છે, કારણ તેમને કબૂલ કરવું પડે છે કે સુખમાં કેટલાંક ઈષ્ટ તેમજ બીજાં અનિષ્ટ હોય છે.
જરૂર. અને તેથી તેમને કષ્ટ અને અનિષ્ટ એક જ—એમ સ્વીકારવું પડે! (૩) ખરું. આ પ્રશ્ન કેટલીયે મુશ્કેલીઓથી ભરેલો છે એ વિશે કશી કા નથી. જરાય નહિ.
વળી આપણે શું જોતા નથી કે ઘણું ખરેખર ધર્મ કે પ્રતિષ્ઠા મેળવવાને બદલે જેમાં ધર્મ કે પ્રતિષ્ઠાને દેખાવ હોય તે આચરવાનો કે મેળવવાને અથવા (માત્ર) તેવો દેખાવ કરવા માગે છે; પરંતુ ઈષ્ટના આભાસથી તે કોઈને સંતોષ થતો નથી–જે ખરેખર ઈષ્ટ છે તેને જ બધા શોધે છે; ઈષ્ટની બાબતમાં દરેક જણ તેના આભાસને ધિક્કારે છે.
તેણે કહ્યું. સાવ સાચું.