________________
५०४
૪૩
માં દષ્ટિગોચર () થાય એટલા માટે જ્યારે અપાર જહેમત ઉઠાવીને એ બાબતોને વિસ્તાર કરવામાં આવે, ત્યારે આપણે જે સત્યો વિશે સૌથી વધારે યથાર્યતા પ્રાપ્ત કરવી યોગ્ય છે, તે ઉચ્ચતમ સત્યે વિશે આપણે વિચાર ન કરીએ તો તે કેટલું હાસ્યાસ્પદ ગણાય ?
સર્વાશે ઉત્તમ વિચાર પણ તમે શું એમ માને છે કે આ ઉચ્ચતમ જ્ઞાન તે કર્યું એ પ્રશ્ન અમે તમને નહિ પૂછીએ ?
મેં કહ્યું. ના, તમારે પૂછવો હોય તો પૂછો. પણ મને તે ખાત્રી છે કે તમે એને જવાબ કેટલીયે વખત સાંભળ્યો છે, અને અત્યારે હું કહું છું તે તમે કાં તો સમજતા નથી અથવા (૫૦૫) હું માનું છું તેમ તમને મારી દુર્દશા કરવાનું મન થયું છે, કારણ તમને ઘણી વાર કહેવામાં આવ્યું છે કે ઈષ્ટના તત્ત્વનું જ્ઞાન એ જ સર્વોત્તમ છે, અને બીજી તમામ વસ્તુઓ અને ઉપયોગ કરીને જ ઉપયોગી કે લાભકારક થાય છે. આ વિશે તમે મને ઘણી વાર એમ કહેતાં સાંભળ્યો છે કે આપણે બહુ જ થોડું જાણીએ છીએ અને જેના વગર બીજું કઈ જ્ઞાન કે બીજા કેઈ પ્રકારની વસ્તુ પરનું સ્વામિત્વ જરા પણ લાભકારક ન થાય એ વિશે હું બોલવા જતો () હતો તે બાબત તમે ભાગ્યે જ નહિ જાણતા હો. તમે શું એમ માને છે કે જે આપણી પાસે ઇષ્ટ (પતે) જ ન હોય તો બીજી તમામ વસ્તુઓ પરના સ્વામિત્વની કશી કિંમત રહી શકે ખરી ? કે પછી આપણુમાં સૌદર્ય અને ઇષ્ટનું કશું જ્ઞાન ન હોય, તો બીજી તમામ વસ્તુઓના જ્ઞાનની પણ ( કશી કિંમત રહે ખરી ?)
અચૂક નહિ જ. વધારામાં તમને એનું પણ ભાન છે કે ઘણું લેકે સુખ એ જ ૧. અહીં મૂળના પાઠાન્તર વિશે એક નોંધ છે.
* મુદ્દો પ . “વધારે લાંબા અને વાંકેચૂકે માર્ગ” ઇષ્ટની વ્યાખ્યાઓ અને પરમ ઈષ્ટનું સ્વરૂપ,
૪ સેફિસ્ટ, પ્રોટાગોરાસ સુદ્ધાં.