________________
૩૧
સદ્દગુણ, સત્ય, મિતત્વ, ન્યાય, ધર્મ વગેરે સામાન્ય ખયાલને સ્પષ્ટ કરવાને એણે પ્રયત્ન કર્યો તેટલે અંશે પ્રમાણુશાસ્ત્રને તેણે પાયો નાંખ્યો.
હિંદુ સન્ત પુરુષના જેવું સેક્રેટિસનું અપરિગ્રહી જીવન હતું. સોકિસ્ટો શિક્ષણને અંગે જ્યારે પૈસા લેતા ત્યારે સોક્રેટિસ સવારથી સાંજ એથેન્સને બજારમાં જઈ યુવાન લેકે સાથે વાર્તાલાપ કરતે. પિતે કશું જ જાણતા નથી પરંતુ બીજાઓ જે જ્ઞાની હોવાનો દા કરતા હોય તેમની પાસેથી નમ્ર ભાવે જાણવાનો પ્રયત્ન કરતો, અને પિતે પારકાનાં વિધાનો સ્વીકારતાં પહેલાં તે સાચાં છે કે ખોટાં તે વિશે પ્રશ્નો પૂછીને પરીક્ષા કરતો. કઈ ખોટા સાક્ષીની ઉલટ તપાસ ચાલતી હોય એવી આ પદ્ધતિ હતી; અને પ્રશ્નપરંપરાની આખરે પ્રતિપક્ષીને કશું જ્ઞાન નથી, એમ સાબીત થતું, જ્યારે સેક્રેટિસ “પોતે કશું જ જાણતું નથી, પણ માત્ર જિજ્ઞાસુ છે” એમ કહી જ્યાંને ત્યાં રહેતો. આવી પદ્ધતિથી ખરી ખાટી લોકપ્રિય માન્યતાએને નાશ થતો. બીજા સોફિટ બુદ્ધિને ઉપયોગ કરી જે સીધી રીતે લોકોને પોતાને સ્વાર્થ સાધવાનું કહેતા, તે સોક્રેટિસ સામાન્ય માન્યતાઓને ઉથલાવી પાડીને યુવાન માનસની શ્રદ્ધાને નાશ કરી માણસને નિયંત્રણ વગરને કરી મૂકતા હોય નવાઈ નહિ. સેક્રેટિસમાં પિતામાં જે બુદ્ધિના આદેશ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા હતી, તે સાધારણ લોકોમાં ન જ હોઈ શકે, અને તેથી અંતે સેક્રેટિસ પર જે મુખ્ય આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે એ એથેન્સના યુવાન લોકેને ખરાબ કરતો હતો એ કેટલેક અંશે ખરે ગણી શકાય.
સાકેટિસની પરસ્પર ઉલટ તપાસ કરવાની કે પ્રશ્નો પૂછવાની પદ્ધતિ પ્લેટોએ સર્વાશે સ્વીકારી કારણ એના લગભગ બધાં જ પુસ્તકે સંવાદના રૂપમાં લખાયેલાં છે. સેક્રેટિસની માતા દાયણ હતી અને તેથી પોતે પણ સૂમ અને શુદ્ધ અર્થમાં સત્યના પ્રસવ અર્થે દાયણ બનીને લેકેને પ્રશ્ન પૂછતે એમ એ કહેતો. વળી કઈ કઈ