________________
પોતે પ્રયત્ન કરે, તો કંઈ વધારે ફળપ્રદ પરિણામ આવે એમ કોઈ મહાનુભાવ સન્ત પુરુષને લાગે એ સ્વાભાવિક છે. પરંતુ પોતાની -જાતને પારખવી, એ જાત કઈ છે, કેવી છે, એનું જ્ઞાન કે ભાન થવું બહુ મુશ્કેલ છે. તે આનાથી જરા વધારે સરળ અને ઓછું દુષ્કર કાર્ય એ છે કે સામાન્ય વ્યવહારમાં માણસ પોતે જે શબ્દ વાપરે છે, અને પોતે જે ખયાલ ધરાવે છે, તેનું સ્પષ્ટ જ્ઞાન માણસને થાય તે તે પણ કંઈ ઓછું મહાન કાર્ય નથી. આપણે બહારના વિશ્વ વિશે જ્ઞાન મેળવવા પ્રયત્ન કરીએ, પરંતુ આપણે માનવચિત્તના પ્રયત્નથી જે બાહ્ય વિશ્વનું જ્ઞાન આપણે મેળવવા પ્રયત્ન કરીએ છીએ, તે ચિત્ત અથવા તેની ચેતના જે જે ખયાલના ટેકાથી એ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે છે—એ આપણું પોતાનાં સાધનનું જે આપણે જ્ઞાન મેળવી શકીએ, તે પછી એ સાધન પૂરતાં છે કે અધૂરાં છે, તેનું ભાન થયા બાદ વિશ્વમાં આપણું શું સ્થાન છે તે પણ આપણે નકકી કરી શકીએ. ફિલસૂફીમાં જ્યારે જ્યારે કોઈ ફિલસૂફે નવું પ્રસ્થાન કર્યું છે, ત્યારે ત્યારે બાહ્ય વિશ્વ વિશેના વિચારને અંગે જે કંઈ તત્ત્વજ્ઞાનની રચનાઓ કે તંત્રો ખડાં થયાં હોય તેને બાજુ પર મૂકી માણસનું ચિત્ત અને ચેતના અને તેનાં પિતાનાં અંગે અને સાધન સુધી જઈએણે નવેસરથી વિચાર કર્યો છે. સોક્રેટિસમાં આ વિચારતંતુ વધારે સ્પષ્ટરૂપે માલુમ પડે છે. પ્રાચીન ગ્રીક ફિલસૂફની જેમ આખા વિશ્વના તત્ત્વની શોધ પાછળ ફાંફાં મારવા કરતાં વિચારની ભૂમિકા પર બાંધેલા આપણે ખયાલે (Identional Concepts) આપણી જાતે વધારે સ્પષ્ટ કરીએ તે સત્ય મળવાને સંભવ વધારે છે એમ એ માનતો. જ્ઞાન એક છે, એમાં આંતરિક વિરે હોઈ શકે નહી, અને જ્ઞાન સર્વસામાન્ય હોવાને લીધે વ્યક્તિગત વિરોધ કે ભેદે તેમાં શમી જવા જોઈએ એવું તેનું મુખ્ય મંતવ્ય હતું. સત્ય પિતે આપણને શોધતું આવતું નથી તેથી આપણે જ એની શોધ કરવી જોઈએ અને આ રીતે સેક્રેટિસ નિગમનની પદ્ધતિને પિતા થયે, અને જેટલે અંશે