________________
૧૪૬
પરિચ્છેદ ૩
ત્યારે એની કિશોરાવસ્થાના દિવસોમાં, “શા માટે એમ પ્રશ્ન પૂછી એનું કારણ જાણવા અશક્ત હોય ત્યાર પહેલાંથી પણ સાચી રસવૃત્તિને લીધે, ખરાબને એ ખરી રીતે દોષિત ગણશે, અને તિરસ્કારશે; અને જ્યારે એનામાં તર્કબુદ્ધિ આવશે, ત્યારે એના શિક્ષણને અંગે જે મિત્રની (સૌદર્યની) સાથે એ ક્યારને પરિચિત થઈ ચૂક્યો હતો તેને ઓળખશે અને એને વંદન કરશે.
તેણે કહ્યું: હા, તમે જે કારણ દર્શાવી છે, તે વિશેના તથા આપણા યુવાનને સંગીતનું શિક્ષણ આપવું જોઈએ એ વિચારમાં હું તમારી સાથે સંમત થાઉં છું.
મેં કહ્યું? જે રીતે વાંચતાં શિખવવામાં, કકકાના અક્ષરે જે ઘણું જ થોડા છે તેને, એના તમામ ફરીફરીને આવતા (એના એ ) કદમાં અને (ભિન્ન ક્રમવાળાં) સંયેજનોમાં, એ નાની કે મોટી જગ્યા રેતા હોય તે તેને બિનઅગત્યના માનીને તુચ્છકારવા જોઈએ નહિ, અને આ રીતે દરેક સ્થળે અક્ષરેને ઉકેલતાં આપણને આવડે, ત્યારે આપણને સંતોષ વળે છે. અને જ્યાં (૨) જ્યાં એ ( અક્ષરો) આપણને મળે ત્યાં ત્યાં આપણે એને ઓળખી ન શકીએ ત્યાં સુધી વાંચવાની કલામાં આપણે પ્રવીણ થયા છીએ એમ આપણે માનતા નથી;
ખરુંઅથવા, આપણને અક્ષરજ્ઞાન (પૂરેપૂરું) હોય, ત્યારે જ જેમ
* તર્ક બુદ્ધિને વિકાસ થયો હોય ત્યાર પહેલાંથી પણ રસવૃત્તિનો વિકાસ કેળવણીમાં કરવો જોઈએ. આથી ખરાબ શું અને સા રે શું એ પારખી શકાય, પણ પાછળથી જ્ઞાન થાય, અને ખરાબ એ ખરાબ શા માટે, તથા સારું એ સારું શા માટે એમ બુદ્ધિપૂર્વકની સમજણ આવે, ત્યારે શરૂઆતમાં સાચી રસવૃત્તિને લઈને જે ઇષ્ટને પોતે ચહાતો હતો, તેને પોતે ફરીથી જ્ઞાનપૂર્વક ઓળખશે, અને એ જાણે પોતાને મિત્ર હોય એ રીતે એને વંદન કરશે.
૧ સરખાવો પરિચ્છેદ ૨. ૩૮૬-8.