________________
૪૦૧
૧૪૦
છે? જાણે કોઈ વિઘાતક ગૌચરમાં (એમને રાખ્યા હોય તેમ આપણું પાલકોને નૈતિક કુરૂપતાની પ્રતિકૃતિઓમાં મોટા થવા દઈશું નહિ, અને (૪) ત્યાં કેટલીયે હાનિકારક વનસ્પતિ અને સ્કૂલે તેઓ થોડે થોડે અને દિવસે જતાં ખાય અને તેના પર નિભાવ કરે, તે એટલે સુધી કે એમના પિતાના આત્મામાં પાપનો સડત સમૂહ ગુપ્ત રીતે એકઠે થાય–આવું આપણે થવા નહિ દઈએ. આપણા કલાકારો તો એવા હશે કે એમનામાં સૌદર્ય અને લાલિત્યના ખરા સ્વરૂપને પીછાનવા જેટલી શક્તિ હશે; આમ હશે ત્યારે આપણો યુવાન આરોગ્યની ભૂમિમાં, સુંદર દસ્યો અને સંગીતમાં વસશે અને પ્રત્યેક વસ્તુમાંથી એને ઇષ્ટ મળી રહેશે; અને પવિત્રતર પ્રદેશમાંથી આવતા આરોગ્યપ્રદ પવનના જેવું, સારી-(૨)-કૃતિઓમાંથી–નીકળતા–પ્રવાહરૂપ સૌંદર્ય (એના) કર્ણ અને નેત્રમાં વહેશે અને ઠેઠ નાનપણનાં વર્ષોથી બુદ્ધિના સૌંદર્ય પ્રત્યેની સહાનુભૂતિ તરફ અને (એ સૌંદર્યના) સાદસ્ય તરફ તેના આત્માને પરોક્ષ રીતે ખેંચશે
તેણે જવાબ આપેઃ એનાથી ઉચ્ચતર શિક્ષણ બીજું ન હોઈ શકે.
મેં કહ્યું અને તેથી, ગ્લાઉોન, સંગીતનું શિક્ષણ (માનસિક કેળવણું) બીજા બધા કરતાં બલવત્તર સાધન છે, કારણ તાલ અને તાન આત્માનાં આંતરિક ઊંડાણ સુધી માર્ગ કરે છે, અને લાલિત્ય અપને પ્રભાથી ત્યાં (આત્મામાં) દઢ વળગી રહે છે, તથા જેને સાચું (૩) શિક્ષણ મળ્યું છે તેના આત્માને સુંદર અથવા જેને ખરાબ મળ્યું છે તેને કુરૂપ બનાવે છે, અને જેના અંતરતર સત્વમાં આ સાચું શિક્ષણ ઉતર્યું છે તે, એને લઈને, કલામાં કે કુદરતમાં રહેલી ઊણપ કે દે અત્યંત કુશલતાથી જોઈ શકે છે, અને જ્યારે તે ઇચ્છની (૪૦૨) પ્રશંસા કરે છે, અને ઈષ્ટમાં આનંદ છે અને પિતાના આત્મામાં એને સ્વીકાર કરે છે અને પોતે સારો (ઈસ્ટ)૪ અને ઉદાર થાય છે,
- જુઓ પ્લેટનું સિમ્પોઝિયમ' નામને સંવાદ, x The good : ઈષ્ટ તેમજ સારું.
૧૦