________________
૧ર૪
પરિચ્છેદ ૩ તેણે જવાબ આપે : તમે તદ્દન ખરું કહો છે.
અને પેસેડોનને પુત્ર થિસિયસ અથવા ઝયુસને પુત્ર પરિ યસ–તેઓ ભયંકર બળાત્કાર કરવા નીકળી પડ્યા (૩) એની, અથવા આજે જે અપવિત્ર અને ભયંકર બાબતો એમને નામે ખોટી રીતે ચડાવવામાં આવે છે, એવી બાબતો કઈ બીજે વીર પુરુષ કે દેવનો દીકરે આચરવાની ધષ્ટતા કરે છે એવી વાત માનવાને આપણે ના પાડીશું, તેમ જ એની પુનરુક્તિ કરવાની પણ એટલી જ મનાઈ કરીશું; અને આથી આગળ જઈ આપણે કવિઓને એમ જાહેર કરવાને ફરજ પાડીશું કે આ કૃત્ય એમણે કર્યા જ નહોતાં અથવા (જે કયાં હતાં) તો તેઓ દેવના પુત્રો નથી; પરંતુ આ બંને બાબતો એકી શ્વાસે આપણે તેમને કહેવાની પરવાનગી આપીશું નહિ. દેવો અનિષ્ટના કર્તા છે તથા વીર પુરુષો (સામાન્ય) મનુષ્યો કરતાં કંઈ બહુ સારા નથી એ વાત આપણા યુવાનમાં ફસલાવીને ઠસાવવા આપણે તેમને પ્રયત્ન કરવા નહિ દઈએ () ભાવો, આપણે કહેતા હતા તેમ નથી સાચા કે નથી પવિત્ર, કારણ આપણે સાબીત કરી ચૂક્યા છીએ કે દેવોમાંથી અનિષ્ટ ઉતરી આવી શકે જ નહિ.
અવશ્ય નહિ.
અને વળી જેઓ એ વાત સાંભળે તેમના પર ખરાબ અસર થવાને સંભવ છે; કારણ આવાં દુષ્ટ કૃત્ય- “જે (ઝયુસ) ના પૂર્વજોની વેદી, ઝયુસની પિતાની વેદી, ઈડના શિખર પર ઊંચે હવામાં છે–એનાં સગાંઓ અને દેવોનાં સગોત્રો” એ અને જેમની
નસોમાં હજી પણ દેવનું લેહી વહે છે” તેવાઓ પણ આચરે છે એમ એમનામાં ઠસી જાય, તે પછી દરેક જણ પિતાના દુર્ગુણે માટે બહાનાં શોધવાનું શરુ કરશે અને રખેને - ૧, ઈકાઈલસનાં “નાઈઓબી” નામનાં નાટકમાંથી,