________________
૩૯૧
૧ર૪
અથવા તેના પર આવું આપણું કરવું એ એક સત્ય હકીકતની રજુઆત છે એમ માનવામાં એ સીધો ધર્મદ્રોહનો અપરાધ કરે છે. એપલેની ઉદ્ધતાઈની કથામાં પણ હું બિલકુલ માનતો નથી. જે કથામાં એ કહે છે–
અરે દેશમાં સૌથી વધારે વિદેશી, જેનાં બાણ દૂર સુધી ફરી વળે છે એ તું, તે મને અન્યાય કર્યો છે. ખરેખર જે મારામાં માત્ર એટલી શક્તિ હોત, તો (અત્યારે) હું તારી સામે ટક્કર ઝીલત. ૨ | () અથવા વિવેકી ખેઈનને શિષ્ય, કોઈ દેવી અને પેલેઅસ (એ બે)નો પુત્ર, જે માનવોમાં સૌથી વધારે નમ્ર હતો, અને ઝયુસન ત્રીજે વંશજ હતો, એ બુદ્ધિને એટલે તો વ્યગ્ર હતો કે લેભ થી મુક્ત નહિ એવી ક્ષુદ્રતા અને સાથે સાથે દેવો અને માન માટેનો ઉદ્ધતાઈથી ભરેલે તિરસ્કાર–એવા બે વિરોધી ભાસતા આવેગોને એક જ વખતે ગુલામ થઈ રહે, એમ માનવાને આપણું નગરવાસીઓને હું જેટલે અંશે છૂટ ન આપું, એ જ રીતે નદીના દેવના દેવત્વ ઉપર એ તરાપ મારવા તૈયાર થઈ જાય છે એ પ્રકારની દેવ પ્રત્યેની એની ઉદ્ધતાઈ, અથવા બીજા નદના દેવ () સ્વરખેયસને તેણે પૂર્વે પોતાના કેશ અર્પણ કર્યા હતા છતાં મૃત પેટ્રોકલસને તેણે એ જ કેશ સમર્યા અને આ વ્રતનું તેણે અનુષ્ઠાન પણ કર્યું કે પછી પેકલસની કબરની આસપાસ તેણે હેકટરને ઘસડયો અને ચિતા આગળ બંદીવાનોની કતલ કરી તે બધા અપરાધે એણે કર્યા હોય એમ હું નથી માનતે.
૧. પહેલે ઝયુસ; બીજી પંક્તિ દેવ દેવીઓની; ત્રીજી દિવ્યાંશી મહાપુરુષોની જેમાંને એકિલીઝ એક; માટે અભિજાત માણસે પણ હલકાં ગણે એવાં લક્ષણોવાળો તેને આલેખવો તે “ધર્મદ્રોહ'.
૨. ll: 22-15; ૩. Ib : 21-130, 223; ૪. Ibઃ 23–151; ૫, Ib : 22-394; ૬. Ib : 23-175,