________________
જે રીતે વિચાર કરવામાં આવ્યો છે તેટલી વિશદતાથી ગ્રીક ફિલસૂફીમાં વિચાર કરવામાં આવેલે નહિ અને છતાં એમની પોતાની ઢબે આ વિધી કંકોને અમુક અંશે અસ્વીકાર કરીને એટલે કે દૈતના એક અંગને છોડી દઈને ગ્રીક ફિલસૂફએ સામસામી બાજુઓ લીધી ! - ગ્રીક ફિલસૂફ હીરેકલેઈટસના અભિપ્રાય અનુસાર આપણું વિશ્વ માત્ર પરિણામેનું જ બનેલું છે, એટલે કે દરેક પળે પલટાતા પરિણામોમાં સ્થિર એવું કોઈ તત્વ છે નહિ–અનેક પરિણામે દ્વારા પિતે આવિર્ભાવ પામતું હોય કે પછી આપણને અનુભવગોચર થતું હોય એવું કોઈ એક અપરિણમી તત્વ જ નથી. આથી વિશ્વનું તત્વ અગ્નિ છે એમ તે માનતો, અને કહે કે અગ્નિની દીપશિખા તમે જુઓ છે તે છે કે એ ને એ લાગે છે, પરંતુ તે એક નથી; કારણ પ્રત્યેક ક્ષણે એ નવી જ ઉગે છે, તથા દરરેજ “સૂર્ય ક્ષિતિજમાં લય પામે છે અને બીજે દિવસે જે ઊગે છે તે નવો જ સૂર્ય છે.” તેમજ “એ ને એ નદીમાં તમે કદી બે વખત પગ મૂકી શકે નહિ કારણ પાણી તો વધે જ જાય છે.”
એનાં અમુક લખાણ સામાન્ય માણસ સમજી શકે એવાં નહોતાં તેથી એને Dark Philosopher નું ઉપનામ મળેલું. અને છતાં એના સમસ્ત વિચારને આપણે સમજવા પ્રયત્ન કરીએ તે જાણે કોઈ ગૂઢ સત્યને એ શબ્દો દ્વારા વ્યક્ત કરવા માગતો હોય તેવું એનું લખાણ છે. એ માત્ર પરિણામોમાં માનતે એટલું જ નહિ પણ પરિણામે એક પછી એક અમુક ક્રમમાં આવિર્ભાવ પામે છે અથવા અસ્તિત્વમાં આવે છે, તેનું કારણ એ છે કે પરિણામોને
૪. હરકલેઈટસના એક શિષ્ય વિશેની એવી લોકવાયકા છે કે એણે વ્યાજે લીધેલા પૈસા પાછા આપવાની ના પાડી, કારણ જ્યારે પિતે પૈસા લીધેલા ત્યારે એ જે માણસ હતો તે હવે પિતે રહો નહતો!–તે એકે કરેલું દેવું બીજે કેવી રીતે ચૂદ્દી આપે!