________________
૧૫
નથી, તો પણ ઇનિંગમ પરિણામને સમજવા પૂરતી, અપરિણામી તત્વની સ્થાપના કરવી પડે છે અને છતાં બુદ્ધિની આંતરિક કે સ્વભાવગત આવશ્યકતાને લીધે સ્થપાયેલ અપરિણમી તત્વ જે સર્વાશે અપરિણમી હોય, તે ક્ષણભંગુર પરિણામે સાથે તે કશા પણ સંબંધમાં આવી શકે નહિ એમ પણ આપણે કબૂલ કરવું પડે છે. એટલે કે કાં તો જે અપરિણમી છે તે પોતે જ પરિણામ પામે છે, અથવા જે પરિણામી છે તે જ વળી અપરિણામી તત્ત્વ છે એવા વિધથી ભરેલા વિધાન પાસે આપણે ન ટકે આવી પડીએ છીએ
અને નહિ તે એક અપરિણામી તત્ત્વ અને બીજાં એનાથી તદ્દન ભિન્ન એવાં પરિણામે વચ્ચેનું દૈત સ્વીકારવાની ફરજ પડે છે.
આપણી ફિલસૂફીમાં આ મુદ્દા વિશે વિચાર કરતાં એક બાજુ શાત તો વચ્ચે વિશિષ્ટાદ્વૈત અને બીજી બાજુ સાંખ્ય અને જૈન તત્ત્વજ્ઞાનનું દૈત અને સૌથી નિરાળે બૌદ્ધધર્મને સંધાતવાદ–આ રીતે વિચારનાં બધાં પાસાં ગોઠવાયાં હતાં. અને મૂળતત્વ શું છે–તે એક છે કે બે–અથવા એ નિર્ગુણ છે કે સગુણ કે પછી બે અનાદિ તો વચ્ચે થતી અનાદિ કાળથી ઉતરી આવતી આપ-લે ને લીધે થતાં પરિણમે છે અથવા કોઈ પણ ફૂટસ્થ, નિત્ય, અપરિણામી તત્ત્વને અભાવ હોવા છતાં, આપણું વિશ્વના ક્ષણિક પરિણામમાંથી મુક્તિ મેળવવા–આવાં આપણી ફિલસૂફીનાં ઉપર કહ્યાં તે તમામ દર્શને યોગમાર્ગમાં માને છે, તેનું કારણ એ છે કે આપણું તમામ તત્ત્વજ્ઞાન એક મહાન શ્રદ્ધાના પાયા ઉપર રચાયું છે કે–આપણી દુનિયાના પરિણામમાં એ જે કંઈ છે–તેને માણસ સાધના દ્વારા પ્રાપ્ત કરી શકે છે.
વિશ્વના ક્ષણભંગુર પરિણામોમાંથી મુક્તિ મેળવીને એક તત્ત્વ સુધી પહોંચવાની શ્રદ્ધા પ્રાચીન ગ્રીક ફિલસૂફમાં પણ હતી. પરંતુ આંતરિક સંશોધનના વેગમાર્ગની પ્રણાલિના અભાવે, આપણી ફિલસૂફીમાં