________________
પરિચ્છેદ ૧
નામને બદલે, માત્ર નગરવાસીઓ જ () નહિ, પણ જે બધાને કાને એના અધર્મને ઉત્કર્ષની સિદ્ધિના ખબર પહોંચે છે તે બધા તેને સુખી અને ધન્ય કહે છે. કારણ––નહિ કે પિતાને અધર્મ આચરતાં સંકોચ થાય છે એટલા માટે, પરંતુ પોતે કદાચ એના ભંગ થઈ પડે એ બીકે મનુષ્યજાત અધર્મને નિંદે છે. અને આથી, સેક્રેટિસ, મેં સાબીત કર્યું છે તેમ, જ્યારે પૂરતા મેટા પાયા પર અધમ આચરવામાં આવે છે, ત્યારે ધર્મ કરતાં તેનામાં શક્તિ, સ્વાતંત્ર્ય અને પ્રભુત્વ વધારે હોય છે;* અને મેં પહેલાં કહ્યું તેમ, વધારે બળવાનનું હિત એ જ ધર્મ છે, જ્યારે અધર્મમાં માણસના પિતાના લાભ અને હિત સમાયેલાં છે.
(૩) કેઈ અભિષેક કરનારની જેમ, પોતાના શબ્દોથી અમારા કાનમાં જાણે રેલ આણી હોય એવી રીતે બોલી રહ્યા પછી જૈસીમેકસને ચાલ્યા જવાનું મન હતું. પણ અમારું મંડળ કંઈ એને જવા દે એમ નહોતું; બધાએ આગ્રહ કર્યો કે તેણે અહીં રહીને પોતાની પ્રતિજ્ઞાના સ્થાનનું રક્ષણ કરવું જોઈએ; અને અમને છોડી ન જવાની મારી નમ્ર અરજ મેં પણ ઉમેરી. મેં તેને કહ્યું કૅસિમેકસ, અરે ફાંકડા માણસ ! તમારી ઉક્તિઓ કેટલી બધી સૂચક છે? અને સાચી છે કે ખાટી એ (૬) બરાબર શીખ્યા કે શિખવ્યા વગર શું તમે નાસી જશે ? અથવા સૌથી મહાન લાભ થાય એવી કઈ રીતે આપણે દરેકે જીવન ગાળવું એનો નિર્ણય કર —(એટલે કે, મનુષ્યના જીવનપથને ચેકસ આંકવાને પ્રયત્ન કરો-એ શું તમારી નજરે નજીવી વાત છે ?
તેણે કહ્યું. આ પ્રશ્નની અગત્ય વિશે શું મારે તમારી સાથે કંઈ મતભેદ છે?
* પ્લેટના “કૅલિકિલસ” તથા “જિયસ' નામના સંવાદોમાં આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. આજનો આપણે સમાજ આવો જ છે.