________________
સંબંધ શો ? આ તત્વમાંથી આખું વિશ્વ કઈ રીતે ઉભવ્યું ? અને જે આ એક જ તત્વમાંથી વિશ્વને આવિર્ભાવ થયો હોય તે પછી વિશ્વમાં વૈવિધ્ય ક્યાંથી આવ્યું ? તથા જે અમુક રીતે વિશ્વ એ તત્વમાંથી ઉતરી આવ્યું તો એ મૂળભૂત તત્વનો સાક્ષાત્કાર એની અસલ સ્થિતિમાં શક્ય છે કે નહિ અથવા શક્ય હોય તો કઈ પદ્ધતિએ એ શક્ય છે?—વગેરે. પરંતુ થેલીસના જમાનામાં વિચારની ભૂમિકા તેમજ એની પદ્ધતિ અત્યંત સાદી કેટીની હતી, તે એટલે સુધીની કે બાહ્ય જડ જગત અને આપણું ચેતન એ બે વચ્ચેના ભેદનું ભાન પણ ફુટ થયેલું નહોતું. આથી થેલીસનું મૂળભૂત તાવ પાણી, માત્ર બાહ્ય જગતનું જ તત્ત્વ નથી પરંતુ આપણું પોતાનું પણ તત્ત્વ છે એમ એ કહે. | થેલીસના એક નાનાસૂના પ્રશ્નને લીધે વિચાર પદ્ધતિ અમુક ચીલે જ ચાલવી જોઈએ એમ આપણને દેખાય છે. વિશ્વ, એમાં થતાં અનેક પરિણામે તથા રૂપાંતરે, તથા એ પરિણમી વિશ્વનું એક મૂળભૂત અપરિણમી સ્થાયી તત્ત્વ કે જેને લઈને વિશ્વ આખું અસ્તિત્વ ધરાવે છે–આટલા મુદ્દાનો સ્વીકાર કરીને માનવ બુદ્ધિને આગળ વધવાનું હતું. નિર્જીવ અને સજીવ કે જડ અને ચેતનમય વસ્તુઓ પણ વિશ્વમાં આવી જાય છે, પરંતુ આથી ચેતનના અસ્તિત્વને ઘટાવવા માટે જડથી ભિન્ન એવા તત્ત્વની જરૂર એ કાળે જણાઈ નહોતી.
થેલીસે વિશ્વનું કારણ પાણી માન્યું, તે એનેકઝીમેન્ડરે “અનંત”. ને કારણભૂત માન્યું. અને આ રીતે અનંતને ખયાલર લિસફીમાં દાખલ થયો. થેલીસ અને એનેકઝીમેન્ડર વચ્ચે વિચારભૂમિકાની દષ્ટિએ આપણને બહુ મોટું અંતર લાગે છે. વિશ્વ અનંત ભાસે છે, તેથી વિશ્વનું કારણ પણ અનંત જ હોવું જોઈએ. કારણ અને કાર્ય
2. Concept of lofinity—"To Apeiron”.