________________
પ્રાચીન ગ્રીક ફિલસૂફી
ઉ પે। દ્ ધા ત
(* ૧)
પ્લેટાની ફિલસૂફીનાં અંગાનું મૂલ્યાંકન કરવા માટે પ્રાચીન ગ્રીક ફિલસૂફીનું થેાડું નિરૂપણુ કરવું જરૂરી છે; કારણ ગ્રીક ક્લિસૂફીના પ્રત્યેક તંતુને પ્લેટાએ પેાતામાં સમાવવાના પ્રયત્ન કર્યાં છે.
ગ્રીક અથવા યુરોપીય ફિલસૂફીની શરૂઆત ઈ. સ. પૂ. પાંચમા સૈકામાં થેલીસ નામના વિચારકથી થઈ એમ માનવામાં આવે છે. બીઆસ, પીટ્ટાકસ, સાલન વગેરે પ્રાચીન ગ્રીસના સાત સતામાં થેલીસની પણ ગણના કરવામાં આવે છે. થેલીસ મૂળ તેા ગણિતશાસ્ત્રી હતા, અને ઈ. સ. પૂ. ૫૮૫ માં જે સ`ગ્રહણ થયું હતું તે તેણે અગાઉથી ભાખેલું અને તે પરથી એનેા કાળ નિશ્ચિત કરવામાં આવે છે.
યુરોપીય ફિલસૂફીના ઇતિહાસમાં “ આ જગતનું મૂળભૂત તત્ત્વ શું છે?” એવા પ્રશ્ન સૌથી પહેલાં થેલીસે કર્યાં. પ્રશ્નના જવાબમાં ચેલીસે કહ્યું કે વિશ્વનું મૂળભૂત તત્ત્વ પાણી હોવું જોઈ એ. આપણી દૃષ્ટિએ પ્રશ્નના ઉત્તર ભલે આપણને ખાટા કે ખાલિશ લાગે, પરંતુ થેલીસની ખરી મહત્તા એણે જે રીતે પ્રશ્નના ઉત્તર આપ્યા તેમાં નહિ પરંતુ પ્રશ્ન પૂછવામાં જ રહેલી છે. ખાદ્ય જગતની પાર્થિવ વસ્તુઓ આપણને ત્રણ સ્થિતિમાં દેખાય છે—ધન પ્રવાહી અને વાયુરૂપ, અને આપણા સામાન્ય અનુભવમાં માત્ર પાણીની જ ત્રણ સ્થિતિએ આપણને દેખા દે છે, તેથી વિશ્વનું તત્ત્વ પાણી હાવું જોઈ એ એવું શૈલીસે અનુમાન કર્યુ હશે એમ કેટલાએક માને છે.
ફિલસૂફીના આ એક જ પ્રશ્ન શૈલીસે પૂછ્યો; ખીજા ઘણા પ્રશ્નો આપણા મનમાં ઊભા થાય. ઉ ત. આ તત્ત્વ અને આપણી વચ્ચેના
૧ "A r khe
""