________________
પરિછેદ ૧
કહેવાને ભાવાર્થ એ ન જ હોઈ શકે, કે મુકામુકકીબાજ અને કુસ્તીબાજ પિલિડેમસ આપણું કરતાં વધારે બલવાન છે, અને એના શરીરનું બળ વધારવા ગાયનું માંસ () એને પથ્ય છે; તેથી, જે આપણે એનાથી વધારે નબળા છીએ, તેમને પણ ગાયનું માંસ એટલું જ સારું અને પથ્ય અને “ધર્મષ્ઠ” હોઈ શકે
સેક્રેટિસ, તમારે માટે આ કેટલું વિષ ભરેલું કહેવાય? દલીલને અત્યંત હાનિ પહોંચાડે એવો અર્થ તમે શબ્દને કરે છે.
મેં કહ્યુંઃ મારા ભલા મહેરબાન, જરા પણ નહિ. હું શબ્દોને સમજવા પ્રયત્ન કરું છું, અને તમારે જરા વધારે સ્પષ્ટ થવું જોઈએ એમ ઈચ્છું છું.
તેણે કહ્યુંઃ ઠીક, શું તમે કોઈ દિવસ સાંભળ્યું નથી કે રાજ્યપદ્ધતિઓ જુદી જુદી જાતની હેઈ શકે?—પ્રજાપડિક રાજ્ય હોય છે, અને પ્રજાસત્તાક તથા શિષ્ટજનસત્તાક રાજ્યો પણ હોય છે. આ
હા, હું જાણું છું. અને દરેક રાજ્યમાં રાજ્યસત્તા શાસન ચલાવે છે.
(૬) અને પિતાનાં ભિન્ન ભિન્ન હિત જળવાય એ દષ્ટિએ જુદી જુદી રાજ્યપદ્ધતિઓ પ્રજાની અથવા શિષ્ટજનની સત્તા વધે એવા, અથવા પ્રજાપીડક કાયદાઓ કરે છે, અને આ જે કાયદા તેમના પિતાના જ હિતને અર્થે ઘડવામાં આવેલા હોય છે, તે તેમની પ્રજાને -“આ ધર્મ છે”-એમ કહીને આપે છે અને જે આ કાયદાને તેડે તે કાયદાનો ભંગ કરનાર તથા અધર્મી છે–એમ કહી તેને શિક્ષા કરે છે, અને હું જ્યારે એમ કહું છું કે શાસનકર્તાનું હિત એ ધર્મના એક જ સિદ્ધાન્ત તરીકે દરેક રાજ્યમાં (૩૩૯) રહેલું હોય છે, ત્યારે મારા કહેવાને અર્થ પણ આવો જ છે; અને રાજ્ય પાસે સત્તા
# ૮મા પરિચ્છેદમાં જુદા જુદા પ્રકારનાં રાજ્યબંધારણ વિશે પ્લેટે ચર્ચા કરે છે.