________________
tછે
છતાં, જયારે તેને કોઈ અધિકારી (૩૩૮) પુરુષ બલવાની મનાઈ કરે ત્યારે ? સ્વાભાવિક રીત તો એ છે કે તમારી જેમ જે કોઈ જ્ઞાની હોવાનો દાવો કરે છે, અને પોતે જે જાણતા હોય એ કહી શકે એમ છે, તેવાએ વક્તા થવું જોઈએ. ત્યારે હવે મને અને આ પરિષદુને બોધ મળે એ ખાતર આપ કૃપા કરી જવાબ આપશે ?
ગ્લાહકોન અને બીજા બધા મારી આ વિનંતીમાં સામેલ થયા, અને અમે બધા જાણતા હતા કે વસ્તુતઃ શ્રેસિમેકસ બલવાને બહુ આતુર હતો; કારણ પોતાની પાસે બહુ સારો જવાબ છે, અને પિતે પંકાઈ જશે એમ તે ધારતો હતો. પરંતુ મારે પહેલાં જવાબ આપ જ જોઈએ એવો તેણે ડોળ કર્યો, પછી છેવટે શરૂઆત કરવાની તેણે (૨) હા પાડી. તેણે કહ્યું ઃ સોક્રેટિસને વિવેક તો જુઓ; એ પોતે શિખવવાની ના પાડે છે, અને બીજાઓ પાસેથી શીખતે ફરતે ફરે છે, અને હું તમારે આભાર માનું છું એટલું પણ કદી કહેતા નથી !
મેં ઉત્તર આપેઃ બીજાઓ પાસેથી શીખું છું એ તદ્દન ખરું છે; પરંતુ મારામાં ઉપકારની લાગણી નથી એની હું ઘસીને ના પાડું છું. પૈસા તો મારી પાસે છે જ નહિ, અને તેથી સ્તુતિ કરી હું તેનું મૂલ્ય આપું છું, કારણ મારી પાસે એટલું જ છે; અને તમે જવાબ આપશે એટલે તરત જ ખબર પડી જશે કે જ્યારે કોઈ માણસ બહુ સારું બોલે છે એમ મને લાગે છે, ત્યારે હું તેની સ્તુતિ કરવા કેટલે તત્પર હોઉં છું !
તેણે કહ્યું ત્યારે સાંભળો હું જાહેર કરું છું કે (૪) બલવાનના હિત સિવાય ધર્મને બીજે કશે અર્થ નથી.અને હવે તમે મારાં વખાણ શા માટે નથી કરતા ? પણ અલબત્ત તમે તો નહિ જ કરે.
મેં જવાબ આપે : પહેલાં મને સમજવા દે. તમે કહે છે તેમ, ધર્મ એટલે બલવાનનું હિત. સિમેકસ, આને અર્થ છે ? તમારા
* વ્યાખ્યા ૪