________________
૩૦૨]
ગુજરાતનો ઈતિહાસ (હિ. સ. ૬૩૦)ની વચ્ચે હેઈ શકે. સિદ્ધરાજ જયસિંહનું અવસાન ‘ઈ. સ. ૧૧૪૨ (હિ. સ. ૫૩૭) માં થયું હતું. આ હિસાબે મોહમ્મદ
ફી ઉપરના બનાવ પછી સો વરસ બાદ ગુજરાતમાં આવ્યો. ફરિસ્તા ભા. ૧ પૃ. ૩૧૬ ઉપર જણાવવામાં આવ્યું છે કે નાસિરૂદીન કબાચાના વખતમાં સુલતાન જલાલુદ્દીન ખારઝમ શાહે કેટલાક દિવસ માટે સિંધનો કબજો લીધો હતો. તે સમયે તેણે એક ફેજ લૂંટમાર માટે ગુજરાત ઉપર મોકલી હતી. કેઈ પણ ઈતિહાસમાંથી એમ જણાતું નથી કે તે ગુજરાતની હદમાં કયાંસુધી પહોંચી હતી. પરંતુ જુવયનીના આ ખ્યાન ઉપરથી કે “બે ફજ નહરવાલાથી પાછી આવી ત્યારે લૂંટના માલમાં ઘણું ઊંટ લાવી હતી.” એ શક પેદા થાય છે કે તે “નહરવાલા”ને બદલે મારવાડ અને સૌરાષ્ટ્રની સરહદ ઉપર કેઈ શહેર લૂંટી પાછી આવી. અને તેથી ઊંટ પુષ્કળ છે, કારણ કે ત્યાંની એ ખાસિયત છે; નહિ કોઈ પણ ગુજરાતી તારીખમાં એને ઉલ્લેખ નથી.
મિરાતે મોહમ્મીએ રાસમાળા અને ગુજરાતના પ્રાચીન ઈતિહાસના આધારે જણાવ્યું છે કે “ટલાક ઇતિહાસકારોએ લખ્યું છે કે ગુજરાતના રાજા વીરવળ વાઘેલાના વજીર વસ્તુપાળે એક લાખની ફોજ લઈ સુલતાન મેઇઝુદ્દીનનું લશ્કર ગુજરાત ઉપર ચડી આવ્યું હતું તેની સામે ગુજરાતના જંગલમાં મુકાબલો કરી સારા લશ્કરની કતલ કરી. આબુનો રાજા પણ સમાનધર્મની હિમાયત કરવા માટે ગયો હતો, એટલે રાજાના દિલમાંથી સુલતાનના તરફનો ડર નીકળ્યો નહિ અને હંમેશાં ફિકરમાં રહેતો હતે. કર્મસંગે સુલતાનની મા જાત્રાએ ગઈ ત્યારે ગુજરાતના સમુદ્રકિનારે વસ્તુપાળની યુક્તિપ્રયુક્તિથી લૂંટારૂઓએ સુલતાનની માને
૧. જહાન ગુદા જુવયની ભા. ૨, પૃ. ૧૧૬-૧૪૮
૨. કર્નલ ફાર્બસની રાસમાળા મુજબ “મુર્શિદે હજની સફર કરવાનો ઇરાદો કર્યો.”