SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોના હુમલા [ ૩૦૧ અને એવું રક્ષણ કરવાની મારી ફરજ છે. તેઓ સહીસલામતીથી રહી શકે. તે પછી ગેર મુસલમાનોમાંથી બને આદમીઓને (બહુધા જેઓ આ મામલામાં ફિસાદ કરવામાં આગેવાન હતા) સજા કરવાનો અને એક લાખ “સેતર” કે “બાલૂતરા” (ચાંદીના સિક્કા) આ મસ્જિદ અને મીનાર તૈયાર કરવામાં વાપરવાનો તેણે હુકમ કર્યો અને ચાર જાતના કીમતી કપડાના ટુકડાને બનાવેલો ખિલાત અર્પણ કર્યો. આ ખિલાતનાં કપડાં આજ પર્યત (ઈ. સ. ૧૨૭; હિ. સ. ૬૨૫) રાખી મૂકવામાં આવ્યાં છે. અને કોઈ મોટા તહેવારને દિવસે બતાવવામાં આવે છે. આ સર્વ મસ્જિદ અને મીનાર કેટલાક દિવસ પહેલાં કાયમ હતાં, પણ માળવાના લશ્કરે અણહીલવાડ ઉપર હુમલો કર્યો ત્યારે તે તોડી પાડવામાં આવ્યાં. સૈયદ શફ તમન [ સઈદુદ્દીન શફી (વેપારી) ]એ પિતાને ખર્ચે તે ફરીથી બનાવ્યા અને એકને બદલે ચાર મીનાર બંધાવી તે ઉપર સોનાને કળસ ચડાવ્યો. તે પોતાના ધર્મની ઈમારત ગેરઈસ્લામ મુલકમાં છેડી ગયો. તે ઇમારત આજ પર્યત મોજૂદ છે.” એફી જયસિગ” શબ્દ “સિદ્ધરાજ જયસિંહ” માટે વાપરે છે, જેનો સમય ઈ. સ. ૧૦૯૪ થી ઈ. સ. ૧૧૪૩ (હિ. સ. ૪૮૭ થી હિ. સ. ૫૩૮) પર્યત છે. મોહમ્મદ શફી ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫) પર્યત સિંધમાં નાસિરુદ્દીન કબાચા પાસે રહ્યો અને તેની ફરમાઈશથી “ જામેઉલૂ હિતાયાતને ગ્રંથ શરૂ કર્યો. નાસિરુદ્દીન કબાચાના અવસાન પછી તે સુલતાન અલતમશની ખિદમતમાં ચાલ્યા આવ્યો અને કેટલાક વખત દિલ્હીમાં રહ્યો. જામેઉલાહકાયાતના કેટલાક ઉલ્લેખ ઉપરથી એમ માલુમ પડે છે કે આ કિતાબ ઈ. સ. ૧૨૩૨ (હિ. સ. ૬૩૦) સુધીમાં ખતમ થઈતેથી જે તે ખંભાત કે પાટણમાં આવ્યો હેત તો તે ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫) અને ઈ. સ. ૧૨૩૧ ૧. જામેલહિતાયાત પ્રકરણ ૨; મુલ્કે તવાઇફ અને એહવાલે ઈશાન હસ્તલિખિત. દારૂલમુસન્નિશીન આઝમગઢ.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy