________________
૨૭૨ )
ગુજરાતનો ઈતિહાસ શક્યા નહિ હોય. પરંતુ હકીકત એ છે કે જે મંદિર વિશે સા'દીએ લખ્યું છે તે મહમૂદ ગઝનવીએ ડેલું શાનદાર મંદિર ન હતું પરંતુ સોમનાથ શહેરના કેટની બહાર એક મંદિર હતું, જે હાલમાં ઊંચી જગ્યાએ આવેલું છે. આજ પર્યત (૧૯૪૯ સુધી) મુસલમાનોમાં શેખનું મંદિર મશહૂર છે. કેટલાક સમયથી સૂરજ દેવતાના નામથી એ મંદિરને પ્રખ્યાત કરી આબાદ કરવાની કાશશ કરવામાં આવી છે, છતાં પણ આજ પર્યત તે વેરાન છે. એની આસપાસ અને આગળ જોવાથી માલૂમ પડે છે કે તેની આબાદીના સમયે પણ એ કંઈ શાનદાર મંદિર ન હશે, પરંતુ એક મધ્યમ પ્રકારનું હશે જેમાં આવી જાતને બનાવ બને કલ્પનાની બહારની વાત નથી.
ભીમદેવની હારનાં કારણે બહારથી તે આશ્ચર્ય લાગે છે કે ભીમદેવ જે બળવાન રાજા જેણે સિંધના રાજાને ગિરફતાર કર્યો હતો જેણે પિતાની ફોજ તાકાતથી ઉજજનને પાયમાલ કર્યું હતું, અને જેને સિપાહસોલાર પણ એક મશહૂર યોદ્ધો હતે તેણે કેવી રીતે હાર ખાધી. તે ઉપર વિચાર કરવાથી નીચેનાં કારણો જણાય છે:
(૧) મહમૂદ અજમેર પહોંચ્યો અને ભીમદેવને તેની ખબર થઈ ત્યારે તેને બિલકુલ ખ્યાલ પણ ન હતો કે આ બલા એકાએક મારા માથા ઉપર આવશે. તે એમ ધારતો હતો કે મહમૂદ અજમેર જીતી લૂંટનો માલ સાથે લઈ ગઝન પાછો જશે. પરંતુ અચાનક તુકી ઘોડાની ખરી અવાજ કાનમાં લાગેલા ટ અથડાયો. એ સમયે ભીમદેવ બિલકુલ તૈયાર ન હતો, તેથી સમય કમ હોવાથી અસાધારણ રીતે જંગ ખેડવા માટે સજજ થઈ શકે નહિ; ન છૂટકે પાયતખ્ત છેડી બીજી જગ્યાએ ચાલ્યો ગયો.
(૨) મહમૂદ જ્યારે સોમનાથ પહોંચ્યો અને તેનો ઘેરો શરૂ કર્યો તે દરમિયાન ભીમદેવે એક ફોજ તૈયાર કરી દીધી. પાયતખ્ત દુશ્મન તેના કબજામાં જવાથી ખજાનામાંથી મેટે ભાગ લૂંટમાં જ