________________
મુસલમાનોના હુમલા
[ ૨૭૫ મારી ધારણા મુજબ સાદીએ એમ જ કર્યું છે. અને એ વાત તે સાફ સાફ જાહેર છે કે જેમ પારસી આતશ સળગાવી ઝિન્દ યા અવિસ્તા પઢે છે તે જ પ્રમાણે હિંદુઓ દેવતા સળગાવી હવન કરે છે અને ક ભણે છે. હઝરત સાદીએ એ જ પ્રમાણે જોયું અને પારસીઓમાં વપરાતા શબ્દોથી પિતાના મુશ્કના લોકાને સમજાવ્યું.
૫. માં જે વાત કહેવામાં આવી છે તે ગલતીનું કારણ એ છે કે એ શાનો શૌકતદાર મંદિરવાળું વાક્ય બહુધા સોમનાથના સંબંધમાં જ લખવામાં આવ્યું છે. અને એ સોમનાથ મારી ધારણ પ્રમાણે તે જ સોમનાથ છે જેનો ઉલ્લેખ આમ ફારસી તારીખોમાં છે. પરંતુ એ વાત યાદ રાખવા લાયક છે કે તેમનાથનો ઉલ્લેખ સામાન્ય ફારસી ઇતિહાસમાં આવે છે તેનો અર્થ ઘણું કરીને મહમૂદ ગઝનવીએ ચડાઈ કરેલું સોમનાથ જ છે. નહિ તો સોમનાથ શહેર જેને સામાન્ય રીતે “સોમનાથ પાટણ” કહેવામાં આવે છે તેમાં ઘણું મંદિરે હતાં, તેથી એ પણ અતિ સંભવિત છે કે સોમનાથ શહેરમાંના કોઈ બીજા મંદિર વિશે સાદીએ લખ્યું હશે અને ગઝલમાં ખ્યાન કરેલું હોવાથી વધારે તફસીલથી ન લખ્યું હોય. બગદાદની નિઝામિયા મદ્રેસા જોઈ બીજા દેલતમંદ શહેરોમાં પણ નિઝામિયા નામથી મસા સ્થાપવામાં આવી હતી, જેમકે નિશાપુર વગેરેની હકીકતમાં જણાવવા માં આવ્યું છે. એ જ પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્રનાં બીજાં શહેરમાં પણ સોમનાથનાં નામનાં મંદિરે બનાવવામાં આવ્યાં હતાં. બીરૂનીના કહેવા પ્રમાણે દક્ષિણ હિંદમાં હરેક ઘરમાં મહાદેવજી માટે એક જગ્યા મુકરર કરવામાં આવતી હતી. અને આજે પણ અમદાવાદમાં સોમનાથનું મંદિર મોજૂદ છે. એ બનવા જોગ છે કે સાદીએ એમાંથી જ એકાદને ઉલ્લેખ કર્યો હોય, અને પરદેશી હેવાથી નામ બરાબર યાદ રાખી
૧ હયાતે સારી ૨. કિતાબુલ હિંદ, અલબીરૂની, પૃ. ૨૫૨, છપાયેલ યુરો૫.