SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪] ગુજરાતનો ઈતિહાસ મુઇઝુદ્દીનના સમયમાં મિસર, મક્કા, મદીના, સિરિયા, યમન વગેરે તમામ તેની હકૂમત નીચે આવી ગયાં. અમ્બાસી ખિલાફતની કમજોરીને લાભ લઈને એક બીજા શમ્સ પણ ઉન્નતિના શિખરે પહોંચે એ અબુ સઈદ કર્મતી હતે. ઈ. સ. ૮૯૯ (હિ. સ. ૨૮૬) થી એ કર્મીઓએ પ્રગતિ શરૂ કરી અને ઈ. સ. ૯૦૫ (હિ. સ. ૩૭૫) પર્યત સફળતાથી હકૂમત કરી. શરૂઆતમાં તે રસૂલના ખાનદાનના નામથી ઊયા; પરંતુ જ્યારે કામિયાબી પ્રાપ્ત કરી ત્યારે સર્વને ઊંચા મૂકી દીધા. મેથી તો મિસરના ઈસ્માઈલી ખલીફાની સત્તા નીચે હોવાનું અભિમાન રાખતા હતા, પરંતુ અમલ કરવામાં આપખુદ રીતે જ કામ કરતા હતા અને છાની રીતે પ્રચાર કરી દૂરદૂરના મુલ્કમાં લકોને પોતાના વિચાર સાથે એકમત કરી દીધા હતા. સમસામુદ્દદૌલાએ તેમની શક્તિ બિલકુલ નાબુદ કરી લેતા ત્યારે ઉમાન, હજર અને બેહરીનમાં તેઓ જતા રહ્યા. પરંતુ પડેશીઓએ તેમના ઉપર હુમલા શરૂ કર્યો ત્યારે નાસભાગ કરી નજીક હોવાના કારણે સિંધ અને મુલતાનમાં પિતાના જ ધર્મને પહેલેથી આવી વસવાટ કરી રહેલા લેકેને મળ્યા અને એટલા તાકતદાર થયા કે અહીં પિતાની સત્તા જમાવી દીધી. બગદાદના ખલીફાને બદલે મિસરના ખલીફ અર્થાત ઈસ્માઈલીઓ સાથે સોગંદવિધિસર જોડાયા. ઈમાઈલી ખલીફાઓ બરાબર પ્રગતિ કરી રહ્યા હતા. ઈ. સ. ૯૭૧ (હિ. સ. ૩૬ ૫) માં અઝીઝ બિલ્લાએ અઝદુદૌલા બુવયે બગદાદ, ફર્સ વગેરે ઉપર હકૂમત કરતો હતો તેની સાથે પત્રવ્યવહાર કરી એ નક્કી કરી લીધું કે અઝદુદ્દૌલા ફાતિમી ખલીફાઓનો ખુબ પિતાના તાબાના મુકેમાં પઢાવે. આથી ફાતિનીઓની કોશિશનું પરિણામ શું આવ્યું કે અબ્બાસી ખલીફાઓ મોજુદ હતા તેમ છતાં ખુદ બગદાદમાં પણ ઈ. સ. ૧૦૬૦ (હિ. સ. ૪૩૨) માં ફાતિમી ૧. સફરનામા અલ્લામા બશ્નારી મુકદશી
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy