SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોના હુમલા [૨૪૩ હઝરત મોહમ્મદ (સલ૦)ના અવસાન પછી અબુબ્રક, ઉમર અને ઉસ્માન (રદ) એક પછી એક ખલીફ થયા. ત્યારપછી જ્યારે હઝરત અલી ખલીફા થયા ત્યારે મુસલમાનના બે વિભાગ થયા : કેટલાક ખલીફા સાથે રહ્યા અને બાકીનાએ મુઆવિયાનો સાથ લીધે. હઝરત અલી પછી ઈમામ હસન આવ્યા, અને મુસલમાનોમાં કુસંપ નાપસંદ પડતાં તેણે હઝરત મુઆવિયા સાથે સલાહ કરી લીધી, અને પિતે ખિલાફતના કાર્યનો ત્યાગ કર્યો. ટૂંકમાં અમીર મુઆવિયાના વખતથી બનુ ઉમસ્યા ખાનદાનના હાથમાં ખિલાત (હકૂમત) રહી. ઈ. સ. ૭૪૯ (હિ. સ. ૧૩૨)માં એ ખાનદાનની પડતી થઈ અને તેની જગ્યાએ અબ્બાસ ખાનદાનના લેકે ખલીફા થવા માંડયા તેઓમાં મહદી, મસૂર, હારૂન રશીદ અને મુતસિમ મશહૂર વ્યક્તિઓ છે. પાયતખ્ત પણ દમાસ્કસથી બગદાદ બદલવામાં આવ્યું. અબાસી ખાનદાનમાં એ જ મજકૂર છેલ્લા પાદશાહ પર્યત ખિલાફતને દબદબો રહ્યો. તેના અવસાન (હિ. સ. ૨૨૭– ઈ. સ. ૮૪૧) પછી પડતી શરૂ થઈ. પ્રથમ તુર્કોની સત્તા રહી. ત્યારપછી બુવયે કુટુંબના ઈમાદુદૌલાની ઈ. સ. ૯૬ર (હિ. સ. ૩૦૦)માં ઉન્નતિ શરૂ થઈ. તેના ભાઈ મુઈyદદૌલાએ બગદાદને કબજો લીધો અને અભ્યાસી ખાનદાનની વિરુદ્ધ ફક્ત રાજકીય શ્રેષતા કાયમ રાખીને મોહમ્મદની પુત્રી ફાતમાના પુત્રો (મોહમ્મદ સલ૦. નું કુટુંબ સાથે અતિશય મોહબ્બત હોય એમ દેખાવ કર્યો.અબબાસી ખાનદાનની નબળાઈ અને કમજોરીને ઘણાયે હાકેમો ફાયદો ઉઠાવ્ય તેઓમાં આફ્રિકાને હાકેમ પણ આપખુદી રીતે લાંબા અરસાથી હકૂમત કરી રહ્યો હતો, એટલે સુધી કે ઈ. સ. ૯૦૦ (હિ. સ. ૨૯૭) માં ઉબેદુલ્લાહ નામના એક ફાતમી ઈસ્માઈલીએ તેની વિરુદ્ધ પોતાની ફેજી તાક્તને લઈને ફત્તેહ મેળવી અને તમામ આફ્રિકા પોતાની સત્તા નીચે લીધું. એ ખાનદાને ધીમે ધીમે એટલી બધી પ્રગતિ કરી કે ઈ. સ. ૯૫ર (હિ. સ. ૩૪૧) માં ખલીફ
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy