________________
૧૪૪ )
ગુજરાતને ઈતિહાસ પરંતુ ગુજરાતીઓ કોઈ પણ રીતે આમ કરવા રાજી ન હતા. અને કદાચ કોઈ રીતે તેને મુક્તિ મળી જાય તો, એમ ધારી સત્વરે તેની કતલ કરી. આ સાંભળી સોરઠવાળાઓએ હુમલે કર્યો, પરંતુ કચ્છનો રાજા માર્યો ગયો અને તે સાથે જાડેજા રાજા(?)નું કામ પણ ખતમ થયું. આવી રીતે તેણે સારા સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ફતેહ હાસિલ કરી બધાને ખંડણી ભરતા ક્ય."
એ પણ વિચારવા જેવી બાબત છે કે લાટ (ભરૂચ)નો રાજા તરફદારી કરતા હોવા છતાં પોતાની ફેજે રણક્ષેત્રમાં લાવી શક્યો નહિ. એનું કારણ હું ધારું છું ત્યાં સુધી એ પણ હોય કે મૂળરાજે એક ફેજ તેમનો રસ્તો રોકવા માટે મુકરર કરી હોય અને એને લઈને તે આવી શકે નહિ હોય. તે જ સમયે મૂળરાજના ઘરમાં એક પુત્રનો પ્રસવ થયો, જેનું નામ ચામડ કે ચામુંડ રાખવામાં આવ્યું. રાજ્યમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો, કારણ કે તે સમય સુધી તખ્તનો વારસ કોઈ ન હતો. મૂળરાજ લૂંટનો તમામ માલ લઈ અણહીલવાડ પહોંચ્યો અને મેટો ઉત્સવ ઊજવાયો. કેટલીક વખત રાજ્યવ્યવસ્થામાં મશગૂલ રહ્યો. પરંતુ લાટ (ભરૂચ) નો કાંટો હંમેશાં તેના દિલમાં ખટકતો રહ્યો. એક વખત કોઈ બાબત માટે દરબાર ભરવામાં આવ્યો હતો. બીજાં રાજ્યના એલચીઓ પણ પિતપોતાનાં રાજ્યો તરફથી મૈત્રીભાવદર્શક બક્ષિશો
(૧). તારીખે ગુજરાત, સૈફ બી. એ. પૃ. ૩૧૧માં જણાવવામાં આવ્યું છે કે સોરઠના રાજા સાથે દુશ્મનાવટનું એક કારણ એ પણ હતું કે સેલંકી રા પિતાની સ્ત્રીના અવસાનને લઈને દ્વારકા ચાલ્યા ગયે. પાછા ફરતાં તેના દરબારમાં પણ પહોંચ્યો. રાજાએ પોતાની બહેન તેની વેરે પરણાવી. તેને એક પુત્ર થયો, જેનું નામ “રાખો' રાખવામાં આવ્યું. ત્યારપછી કંઈ બાબત ઉપર તકરાર થઈ, જેને લઇને સેલંકીની કતલ થઈ અને તેની સ્ત્રી સતી થઈ. પરંતુ મૂળરાજને વેર લેવાનું કહેતી ગઈ. રાજકીય કારણે ઉપરાંત લડવાને કંઇ ખાનગી કારણ પણ મેજુદ હતું.