________________
૨. વૃત્તોની વૈશિધ્યમય રચનાઓ
શ્રીયુત કે. હ. ધ્રુવની પદ્ધતિએ લાવણુઓનું પૃથક્કરણ કરતાં કેટલીકમાં મુખ્ય બીજ દાદા છે એ સહેલાઈથી સમજાય એમ છે. તે જ બીજ સવૈયામાં પણ પ્રધાન છે. આ ચતુષ્કલ દાદા બીજ સંગીતને ઘણું અનુકૂલ છે. ઘણું ગેય રચનાઓમાં એ બીજ પ્રધાન છે. શ્રીયુત કે. હ. ધ્રુવે આ પૃથક્કરણ કરી બતાવ્યું તે પહેલાં પણ આપણા કવિઓને આ દાદા બીજની શક્યતાનું ભાન થયું હતું. છન્દોના ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કરવામાં રસ લેનાર કવિશ્રી નહાનાલાલે વિલાસની શેભાનાં કાવ્યની ટીપમાં સવૈયા વિશે કહ્યું છે કે “આ ઢાળનું ભવિષ્ય આશાભર્યું અને ઊજળું લાગે છે.”
હવે આ દાદા બીજના જ વિસ્તારવાળી કેટલીક વિચિત્ર કૃતિઓના દાખલા કવિશ્રી ખબરદારના કાવ્યમાંથી આપીશ. તેમણે કદાચ આધુનિક સર્વ કવિઓમાં સૌથી વધારે આ જાતની રચનાઓ કરી છે. અને તેમની પછી અનેક કાવ્યલેખકેએ તેનું અનુકરણ કર્યું છે જે તેની સફળતા બતાવે છે.
દિવ્ય દઃ અમે ભરત ભૂમિના પુત્રો
અમ માત પુરાણુ પવિત્ર, રે જેનાં સુંદર સૂત્રો
ઝળકાવે ઉચ્ચ ચરિત્ર, અમ અંતરને ઉદ્દેશી
કરશું હેકર હમેશ અમે દેશી દેશી દેશી
ઓ દિવ્ય અમારા દેશ.
અદલ છંદ : કે બુલબુલ આવી, ઝાડે બેશી, મીઠું ગાનું ગાય, મેના આવી મધુર સ્વરમાં ઉત્તર દેતી જાય.