________________
અણહારી ચીજોના નામ.
he
મૂત્ર, લીંબડાની છાલ અને મૂળ તે પંચમૂળનો કાઢો (ઘણો કડવો હોય છે તે) ફળ તે આમળાં, હરડે, બહેડાદિ એ સર્વ અણાહાર ગણવાં, એમ ચૂર્ણીમાં કહેલ છે. નિશીયચૂર્ણીમાં એવી રીતે લખેલ છે કે, “મૂળ, છાલ, ફળ અને પત્ર એ સર્વ લીંબડાના અણાહાર સમજવાં.’' પચ્ચક્ખાણના પાંચ સ્થાન(ભેદ).
પચ્ચક્ખાણમાં પાંચ સ્થાન (ભેદ) કહેલા છે. તેમાં પહેલા સ્થાનમાં નવકારશી, પોરિસી વિગેરે કાળ પચ્ચક્ખાણ પ્રાયઃ ચોવિહાર કરવાં.
બીજા સ્થાનમાં વિગઈનું, આયંબિલ નિવિનું પચ્ચક્ખાણ કરવું, તેમાં જેને વિગઈનો ત્યાગ ન કરવો હોય, તેણે પણ વિગઈનું પચ્ચક્ખાણ લેવું; કેમકે પચ્ચક્ખાણ કરનારને પ્રાયે મહાવિગઈ (દારૂ, માંસ, માખણ, મધ)નો ત્યાગ જ હોય છે, તેથી વિગઈનું પચ્ચક્ખાણ સર્વને લેવા યોગ્ય જ છે.
ત્રીજા સ્થાનમાં એકાસણું, બીયાસણું, (બેસણું) દુવિહાર તિવિહાર, ચોવિહારનું પચ્ચક્ખાણ
કરવું.
ચોથા સ્થાનમાં પાણસ્સ (પાણીના આગારો (પાઠ) લેવા)નું પચ્ચક્ખાણ કરવું.
પાંચમા સ્થાનમાં પહેલાં ગ્રહણ કરેલા સચિત્તાદિ ચૌદ નિયમ સાંજ-સવા૨ે સંક્ષેપ કરવારૂપ દેશાવગાસિકનું પચ્ચક્ખાણ લેવું. ઉપવાસ, આંબિલ, નીવિ પ્રાયે તિવિહારચોવિહાર થાય છે, પણ અપવાદથી તે નિવિ આદિ પોરસી વિગેરે પચ્ચક્ખાણ દુવિહારાં પણ થાય છે. કહેલું છે કે :
સાધુને રાત્રિએ ચોવિહાર હોય, અને નવકારશી ચોવિહાર હોય. ભવચિરમ, ઉપવાસ અને આયંબિલ, તિવિહાર અને ચોવિહાર બન્ને હોય છે. બાકીનાં પચ્ચક્ખાણો દુવિહાર, તિવિહાર અને ચોવિહાર હોય છે.
નિવિ અને આયંબિલ આદિનો કલ્પ્યાકલ્પ્ય વિભાગ, સિદ્ધાંતના અનુસારે પોતપોતાની સામાચારી વડે જાણવો. તેમજ પચ્ચક્ખાણભાષ્યથી અન્નામોન (અજાણતાં મુખમાં પડેલ), સહસાગારેણં (અકસ્માત્ મુખમાં પડેલ) એવા પાઠનો આશય સમજવો. એમ જો ન કરે, તો પચ્ચક્ખાણની નિર્મળતા ન થાય. એમ મૂળશ્લોકના પરિમિય એ પદનું પ્રાસંગિક વ્યાખ્યાન કર્યું. હવે ત્યારપછીનાં “સુજ્ઞ પુછ્ય” એ પદનું વ્યાખ્યાન બતાવે છે.
જિનપૂજા અંગે દ્રવ્યશુદ્ધિ.
સૂચિ એટલે મળોત્સર્ગ-(લઘુનીતિ-વડીનીતિ) કરવાં, દાતણ કરવું, જીભની ઉલ ઉતારવી, કોગળા કરવા, સર્વસ્નાન-દેશસ્નાનાદિ કરી પવિત્ર થવું, આ અનુવાદવાક્ય છે. કારણ કે, મલમૂત્ર ત્યાગ વિગેરે પ્રકાર લોકપ્રસિદ્ધ હોવાથી શાસ્ત્ર તે કરવા માટે ઉપદેશ કરતું નથી, જે વસ્તુ લોકસંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તે જ વસ્તુનો ઉપદેશ કરવો એમાં જ શાસ્ત્રનું સાફલ્ય છે.