________________
પદ
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ત્વચાથી શરીરમાં આહારનું પ્રવેશ થવું)થી નથી, પણ ફકત કવળ આહાર (કોળીયા કરી મુખમાં આહાર પ્રવેશ કરાવાય છે તે)નું જ પચ્ચક્ખાણ કરાય છે. જો એમ ન હોય, તો ઉપવાસ, આયંબિલ અને એકાસણામાં પણ શરીર ઉપર તેલમર્દન કરવાથી કે ગાંઠ-ગુમડાં ઉપર આટાની પોટીસ પ્રમુખ બાંધવાથી પણ પચ્ચક્ખાણ ભંગ થવાનો પ્રસંગ આવશે, પણ તેવો તો વ્યવહાર નથી. વળી લોમઆહારનો તો નિરંતર સંભવ થયા જ કરે છે, તેથી પચ્ચક્ખાણ કરવાના અભાવનો પ્રસંગ આવશે.
અણાહારી ચીજોનાં નામ.
લીંબડાનાં પાંચ અંગ (મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાલ) પેશાબ, ગળો, કડુ કરિયાતું, અતિવિષ, કુડો, ચીડ, ચંદન, રાખ, હળદર, રોહિણી (એક જાતની વનસ્પતિ છે), ઊપલોટ, ઘોડાવજ, ત્રિફળા, બાવળીઆની છાલ (કોઈક આચાર્ય કહે છે),
ધમાસો, નાવ્ય (કોઈક દવા છે), આસંઘ, રીંગણી (ઉભી બેઠી), એળીયો, ગુગળ, હરડેદળ, વણ (કપાસનું ઝાડ), બોરડી, કંથેરી, કેરડામૂળ, પુંઆડ, બોડથોડી, આછી, મજીઠ, બોળ, બીઓ(કાષ્ઠ), કુંઆર, ચિત્રો, કંદરૂક, વિગેરે કે જેનો સ્વાદ મુખને ગમે નહીં એવો હોય તે અણાહારી જાણવાં, તે ચઉવિહારમાં પણ રોગાદિના કારણે વાપરવા કલ્પે છે. કલ્પસૂત્રની વૃત્તિના ચોથા ખંડમાં કહેલ છે કે -
સર્વથા એકલો જે ભૂખને શમાવે તેને આહાર કહેવાય છે, તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનો છે. તથા તે આહારમાં લૂણ વિગેરે જે નંખાય તે પણ આહાર કહેવાય છે.
ક્રૂર (ભાત) સર્વ પ્રકારે ક્ષુધા શમાવે છે, છાશ, મદિરાદિ તે પાન (પાણી), ખાદિમ તે માંસાદિ, સ્વાદિમ તે મધ, એ ચાર પ્રકારનો આહાર સમજવો.
વળી ક્ષુધા શમાવવા અસમર્થ આહારમાં મળેલ કે નહીં મળેલ હોય, એવાં જે લૂણ, હીંગ, જીરૂં વિગેરે સર્વ હોય તે આહાર સમજવાં.
પાણીમાં કપૂરાદિ, કેરી વિગેરે ફળમાં, સુત્ત આદિ અને સુઠમાં `ગોળ નાંખેલ હોય, તે કાંઈ ક્ષુધા શમાવી શકતાં નથી પણ આહારને ઉપકાર કરનાર હોવાથી આહારમાં ગણાવેલ છે.
અથવા ભૂખથી પીડાયેલો જીવ જે કાંઈ કાદવ સરખી ચીજ પેટમાં નાંખે તે સર્વ આહાર જાણવો. ઔષધ વિગેરેની ભજના છે. ઔષધાદિ કોઈ આહારરૂપ છે, કોઈક અણાહારરૂપ છે.
કેટલાક ઔષધાદિમાં સાકર પ્રમુખ હોય છે તે આહાર ગણાય છે અને સર્પ કરડેલાને માટી આદિ ઔષધ અપાય છે તે અણાહાર છે.
અથવા જે પદાર્થ ક્ષુધાવંતને પોતાની મરજીથી ખાતાં સ્વાદ આપે છે તે સર્વે આહાર ગણાય છે અને ક્ષુધાવંતને જે ખાતાં પોતાના મનને અપ્રિય લાગે છે તે અણાહાર કહેવાય છે. ૧. ગોળનો વિકાર ઢીલો ગોળ, ઉકાળેલો શેરડીનો રસ.