________________
શ્રાવક શબ્દનો અર્થ.
૨૭ સાધુ આશ્રયી ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે :
दव्वाइ उवओगं, उस्सासनिरंभणालोयं ॥ લઘુનીતિ પાછલી રાત્રે કરવી હોય ત્યારે જાગૃત થઈને દ્રવ્યાદિક (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)નો ઉપયોગ કર્યા પછી નાસિકા બંધ કરીને શ્વાસોચ્છવાસ દબાવે જેથી નિદ્રા વિચ્છિન્ન થયા પછી લઘુનીતિ કરે. રાત્રે જો કાંઈપણ કાર્ય કોઈકને જણાવવા વિગેરેનું પ્રયોજન પડે તો મંદ-સ્વરે (હળવેથી) બોલે. વળી રાત્રે ખાંસી ખાવી કે ખુંખારો ખાવો કે હુંકારો કરવો પડે તો પણ ધીમેથી જ કરવું, મોટા અવાજથી કરવું નહીં.
કેમકે એમ કરવાથી જાગેલાં ગરોળી પ્રમુખ હિંસક જીવો માખી વગેરે હણવાનો ઉદ્યમ કરે; પાડોશી જાગે તો પોતાનો આરંભ આચરે; પાણીવાળી, રાંધનારી, વ્યાપાર કરનાર, મુસાફરો, ખેતી ખેડનારા, વનમાં જઈ પાન-ફૂલ-ફળ છેદનારા, રહેંટના વહેનારા, કોસના વહેનારા, ઘાણી પીલનારા, શીલાવટ, રેંટિયા ફેરવનારા, ધોબી, કુંભાર, સુથાર, જુગારી, શસ્ત્રકાર, દારૂની ભટ્ટી કરનારા, માછી, ખાટકી, વાઘરી-મૃગજાળ નાંખનારા, પારધી, વાટપાડા, લૂંટારા, પારદારિક, તસ્કર, ધાડ પાડનાર વગેરે એક-એકની પરંપરાથી જાગૃત થઈ પોતાના હિંસાના કામમાં પ્રવર્તે; તેથી પરંપરાએ આ બધા દોષોના ભાગી બનાય છે અને એ રીતે અનર્થદંડની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કહેવું છે કે :
जागरिआ धम्मीणं अधम्मीणं तु सुत्तया सेया ।
वच्छाहिव भयणीए, अकहिंसु जिणो जयंतीए ॥१॥ વચ્છ દેશના અધિપતિની બહેન જયંતી શ્રાવિકાને શ્રી વર્ધ્વમાનસ્વામીએ કહ્યું કે, “ધર્મવંત પ્રાણીઓનું જાગવું અને પાપી પ્રાણીઓનું ઊંઘવું કલ્યાણકારી હોય છે.”
નિદ્રામાંથી જાગતાં જ તપાસવું કે, કયા તત્ત્વના ચાલતાં નિદ્રાવિચ્છેદ થાય છે ? કહ્યું
अम्भोभूतत्त्वयोनिद्रा-विच्छेदः शुभहेतवे ।
व्योमवाय्वग्नितत्त्वेषु स पुनर्दुःखदायकः ॥१॥ જળ અને પૃથ્વીતત્ત્વમાં નિદ્રા-વિચ્છેદ થાય તો સારું, અને આકાશ, વાયુ ને અગ્નિતત્ત્વમાં નિદ્રાવિચ્છેદ થાય તો દુઃખદાયી જાણવું. ચંદ્ર-સૂર્યનાડી
वामा शस्तोदये सिते पक्षे कृष्णे तु दक्षिणा । त्रीणि त्रीणि दिनानीदुसूर्ययोरूदयः शुभः ॥२॥