________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ધર્મમાં સારી રીતે શ્રદ્ધા એ શ્રાદ્ધ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે. અને તે પણ ભાવશ્રાવકની અપેક્ષાએ છે તેથી જ અહીં ભાવશ્રાવકનો અધિકાર છે તેમ કહ્યું છે.
એવી રીતે ‘શ્રાવક”નું સ્વરૂપ જણાવ્યા પછી દિન-કૃત્યાદિ છ કૃત્યમાંથી પ્રથમ દિન-કૃત્ય હે છે.
૨૬
નવારેળ વિબુદ્ધો, સરેરૂં સો સત્ત-ધર્મ-નિગમારૂં । पडिकमिअ सुई पूईअ, गिहे जिणं कुणइ संवरणं ॥५॥ नवकारेण विबुद्धः स्मरति स स्वकुलधर्म-नियमादीन् ।
प्रतिक्रम्य शुचिः पूजयित्वा गृहे जिनं करोति संवरणम् ॥५॥
‘નમો અરિહંતાણં’ ઇત્યાદિ પદોથી જાગ્રત થયેલો શ્રાવક, પોતાના કુળને યોગ્ય ધર્મકૃત્ય નિયમાદિ યાદ કરે. અહીંયાં એમ સમજવું કે - પ્રથમથી જ શ્રાવકે સ્વલ્પ નિદ્રાવંત થઈને રહેવું જોઈએ. પાછલી એક પહોર રાત્રિ રહે ત્યારે અથવા સવાર થતાં પહેલાં ઉઠવું. એમ કરવાથી આ લોકમાં યશ, કીર્તિ, બુદ્ધિ, શરીર, ધન, વ્યાપારાદિનો અને પારલૌકિક ધર્મનૃત્ય, વ્રત, પચ્ચક્ખાણ, નિયમ પ્રમુખનો દેખીતો જ લાભ થાય છે. જો તેમ ન કરે તો ઉપરોક્ત લાભની હાનિ થાય છે.
લૌકિકશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે :
कम्मीणां धन संपs, धम्मीणां परलोअ ।
',
जिहिं सूत्तां रवि उव्वमई, तिहिं नर आओ न होय ॥
“કામકાજ કરનારા લોકો જો વહેલા ઊઠે તો તેઓને ધનની પ્રાપ્તિ થાય અને ધર્મી પુરુષ જો વહેલા ઉઠે તો તેઓને પોતાના પારલૌકિક કૃત્યો શાંતિથી બની શકે છે. જે પ્રાણીને ઉંઘતા જ સૂર્ય ઉદય થાય છે તેમને બુદ્ધિ, ઋદ્ધિ અને આયુષ્યની હાનિ થાય છે.”
કોઈકની નિદ્રા ઘણી હોવાને લીધે કે બીજા કંઈ કારણથી જો પાછલી પહોર રાત્રિ રહેતાં ઊઠી ન શકાય, તો પણ તેણે છેવટ ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે નવકારનું ઉચ્ચારણ કરતાં ઊઠીને પ્રથમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ કરવો.
દ્રવ્યથી વિચારવું કે, “હું કોણ છું, શ્રાવક છું કે કેમ ?” ક્ષેત્રથી વિચાર કરે કે, “શું હું પોતાને ઘેર છું કે પર-ઘેર છું, દેશમાં છું કે પરદેશમાં છું ? માળ ઉપર સૂતો છું કે નીચે સૂતો છું ?” કાળથી વિચાર કરે કે, “અવશેષ રાત્રિ કેટલી છે, સૂર્ય ઊગ્યો છે કે નહીં ?' ભાવથી વિચાર કરે કે, “લઘુનીતિ-વડીનીતિની પીડાયુક્ત થયો છું કે કેમ ?' એમ વિચાર કરવાપૂર્વક નિદ્રા રહિત થાય. આ પ્રમાણે વિચારવા છતાં જો નિદ્રા ન રોકાય તો નાકના શ્વાસને રોકીને
નિદ્રા-મુક્ત બને ત્યારપછી દરવાજો કઈ દિશાએ છે, લઘુનીતિ કરવાનું ક્યાં છે ? એવો વિચાર કર્યા પછી વડીનીતિ-લઘુનીતિ (ઝાડો-પેશાબ) કરે.