________________
મંત્રી આદિ ભાવનાગર્ભિત શ્લોકો.
૪૧ નિઃશંકપણે દૂર કર્મો કરનારા, દેવ અને ગુરુની નિંદા કરનારા અને પોતાના આત્માની પ્રશંસા કરનારા પ્રાણીઓ તરફ ઉપેક્ષા બુદ્ધિને માધ્યસ્થ ભાવના કહેવાય છે. ૬
परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा ।
परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥७॥ જીવોના હિતની ચિંતા કરવી એ મૈત્રીભાવના છે. અન્ય જીવોનાં દુઃખોને ટાળવાની ભાવના એ કરુણાભાવના છે. અન્ય જીવો સુખ પામે તેમાં સંતોષ પામવો એ પ્રમોદ ભાવના છે અને બીજાના અસાધ્ય દોષોની ઉપેક્ષા કરી તેમના પ્રત્યે રાગદ્વેષ ન કરવો તે માધ્યશ્ય ભાવના છે. ૭.
मैत्री पवित्रपात्राय, मुदितामोदशालिने ।
कृपापेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥८॥ મૈત્રીના પરમભાજનભૂત, મુદિતાથી પ્રાપ્ત થયેલા સદાનંદ વડે શોભતા અને કરુણા તથા માધ્યસ્થ વડે જગતપૂજ્ય બનેલા યોગસ્વરૂપ છે વીતરાગ ! તમને મારો નમસ્કાર હો. ૮
सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् ।
मध्यस्थभावं विपरितवृत्तौ, सदा ममात्मा विदधातु देव ! ॥९॥ હે દેવ ! મારો આત્મા નિરંતર જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવને, ગુણવાન આત્માઓ પ્રત્યે પ્રમોદભાવને, દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવને અને પાપી જીવો પ્રત્યે મધ્યસ્થભાવને ધારણ કરો એમ હું આપની પાસે પ્રાર્થના કરું છું. હું
सर्वेपि सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु, माकश्चिद् दुःखभाग् भवेत् ॥१०॥ વિશ્વના સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વ પ્રાણીઓ નીરોગી હો, સર્વ પ્રાણીઓ મંગલને જુઓ અને કોઈપણ જીવ દુઃખ ન પામો. ૧૦
दुःस्थां भवस्थिति स्थेम्ना, सर्वजीवेषु चिन्तयन् ।
निसर्गसुखसर्ग ते-ष्वपवर्ग विमार्गयेत् ॥११॥ આ ભવસ્થિતિ અત્યંત દુઃખદાયક છે એમ સર્વ જીવોને વિષે સ્થિરતા પૂર્વક ધર્મજાગરિકા વખતે વિચારતો ઉપાસક, જ્યાં સ્વાભાવિક સુખની જ સૃષ્ટિ છે એવો મોક્ષ સર્વને મળો એવી પ્રાર્થના કરે. ૧૧
विश्वजंतुषु यदि क्षणमेकं, साम्यतो भजसि मानसमैत्रीम् ।
तत्सुखं परममत्रपरत्रा-प्यश्नुषे न यदभूत्तवजातु ॥१२॥ હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરહિતચિંતારૂપ મૈત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તે કદી અનુભવ્યું પણ નહિ હોય. ૧૨