________________
૩૨૯
પ્રવેશ. - શ્રી નમસ્કાર મંત્રની ચૂલિકામાં ફરમાવ્યું છે કે શ્રી શ્રી પંચપરમેષ્ઠિને કરેલો નમસ્કાર સર્વ પાપોનો સમૂલ નાશ કરે છે અને વિશ્વના સર્વ મંગળભૂત પદાર્થોમાં તે સૌથી શ્રેષ્ઠ મંગળરૂપ છે. અર્થાત્ જે મનુષ્ય ભાવથી નમસ્કાર મંત્રને જપે છે, ગણે છે, તેનાં સર્વ પાપો સમૂલ નાશ પામે છે અને તેને ઉત્તમોત્તમ મંગળની માળા સ્વયમેવ આવી મળે છે.
આ જગતમાં જે દુઃખ કલેશ, અશાંતિ, રોગ, શોક, આદિ કષ્ટો છે તે બધાં પાપને લીધે છે. પાપ નાશ પામે એટલે પાપના ફળરૂપી દુઃખ પણ નાશ પામે જ અને પાપ તથા દુ:ખ નાશ પામે એટલે એકલું આત્માનું સુખ જ બાકી રહે છે.
થોડો સમય નિયમિત જાપનો અભ્યાસ ચાલુ રાખવાથી તેની પ્રતીતિ પોતાને પણ થાય છે. અને આત્મામાં એવો અનુભવ થાય છે કે જે જે દોષો આત્મામાં પ્રથમ જોરદાર હતા તે તે દાવો જાણે નબળા પડતા હોય અને સમતા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણો જાણે પ્રગટ થતા હોય તેમ દેખાય છે. પરિણામે જાપ કરનારનું મન દિન-પ્રતિદનિ વધુ ને વધુ પ્રસન્ન, પ્રશાંત અને સુસ્થિર થતું જાય છે.
શ્રી નમસ્કારના જાપનું તાત્કાલિક રોકડું ફલ મનની પ્રસન્નતા છે. મનુષ્યોને માટે મનની પ્રસન્નતા એ કદી પણ ન ખૂટે તેવું ઘણું મોટું આંતરિક ધન છે. જ્યારે મનુષ્યનું મન પ્રસન્ન બને છે ત્યારે તેમાંથી ચિત્તની સંફિલષ્ટતા નાશ પામે છે. દુનિયાનો મોટો ભાગ મનની પ્રસન્નતાના અભાવે જ અનેક પ્રકારનાં દુઃખો ભોગવી રહેલ છે. શ્રી નમસ્કારજાપથી મન પ્રસન્ન થાય છે. આ મનની પ્રસન્નતાની પાસે જગતની તમામ સંપત્તિ નગણ્ય છે. જો મનુષ્યનું મન પ્રસન્ન ન હોય તો બીજી અખૂટ સંપત્તિ પણ તેને આનંદ આપી શકે નહિ. અને જો તેનું મન પ્રસન્ન હોય છે તો કોઈપણ પ્રકારની વિશેષ સામગ્રી વિના જંગલમાં પણ તે જગતના બાદશાહ કરતાં પણ વધારે આનંદી રહી શકે છે. આ રીતે મનની પ્રસન્નતા જો નમસ્કાર મહામંત્રના જાપથી, ધ્યાનથી પ્રાપ્ત થતી હોય તો દુઃખથી ભરેલા આ સંસારમાં તે પણ એક ઘણી જ મોટી વસ્તુ બની જાય છે.
અનેક પ્રકારના અશુભ સંકલ્પ-વિકલ્પોથી ઘેરાયેલું મનુષ્યનું મન એજ અપ્રસન્નતાનું કારણ છે. અને જ્યારે તે જ મન પંચપરમેષ્ઠિના સ્મરણરૂપી શુભ ભાવમાં જોડાય છે ત્યારે તે પ્રસન્નતાનું કારણ બને છે. પ્રસન્નતા હોય ત્યાં સુખ, શાંતિ અને આનંદ પણ અવશ્ય પ્રગટે જ. - મનના મુખ્ય બે દોષ છે. એક દોષ મલિનતા છે અને બીજો દોષ ચંચળતા છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં બિરાજમાન પંચપરમેષ્ઠિ ભગવંતો વિશ્વવાત્સલ્ય આદિ ગુણોથી ભરપૂર છે. એટલે તેમના ગુણોને ઓળખી તેમને ભાવથી નમસ્કાર કરનાર આત્મા પણ વિશ્વના સમગ્ર જીવો પ્રત્યે વાત્સલ્યભાવવાળો બને છે. અને જ્યારે સાધકના મનમાં વિશ્વના પ્રાણીમાત્ર પ્રત્યે નિષ્કામ સ્નેહભાવ જાગૃત થાય છે ત્યારે તેના જીવનમાંથી મલિનતા તથા અપ્રસન્નતા આપોઆપ ચાલી જાય છે અને પ્રસન્નતા પ્રગટે છે.
સૂકમ દૃષ્ટિથી વિચારવામાં આવે તો મલિનતાનું મૂળ કારણ સ્વાર્થભાવ છે. માત્ર પોતાના જ સાંસારિક સુખનો વિચાર કરવો અને બીજા દુઃખી જીવોના દુઃખની તદન ઉપેક્ષા કરવી એનું ૨. વિરત્નમનિટના ઘનપુરાતે . શ્રી અષ્ટક) પ્રકરણ.
૪૨