________________
૩૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ હોવાથી ઉચિતપણાથી જ કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણું, ધેર્ય, ગંભીરતા, ચાતુર્ય, સારી બુદ્ધિ આદિ ગુણ અવશ્ય હોવા જોઈએ. આ વાત ઉપરનાં દૃષ્ટાંતો પૂર્વે વ્યવહાર શુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ.
પાંચમું દ્વાર चेइअपडिमपइट्ठा सुआइपव्वावणा य पयठवणा । पुत्थयलेहणवायण-पोसहसालाइ-कारवणं ॥१५॥ चैत्य-प्रतिमाप्रतिष्ठा-सुतादि-प्रव्राजना-पदस्थापना (याः)
पुस्तकलेखन-वाचन-पौषधशालादिविधापनम् ॥१५॥ જિનમંદિર. - ઊંચાં તોરણ, શિખર, મંડપ વગેરેથી શોભતો, ભરત ચક્રવર્તી વગેરેએ જેમ કરાવ્યો, તેમ રત્નખચિત, સોનામય, રૂપામય, વગેરે અથવા શ્રેષ્ઠ પાષણાદિમય મોટો જિનપ્રાસાદ કરાવવો. તેટલી શક્તિ ન હોય તો ઉત્તમ કાષ્ઠ, ઈટો વગેરેથી જિનમંદિર કરાવવું. તેમ કરવાની પણ શક્તિ ન હોય તો જિનપ્રતિમા માટે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાયેલા ધનવડે વિધિપૂર્વક બંધાવવી. કેમકે ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનો ધણી, બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી એવો શ્રાવક ગુરુની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે.
દરેક જીવે પ્રાયે અનાદિભવમાં અનંતા જિનમંદિર અને અનંતી જિનપ્રતિમાઓ કરાવી; પણ તે કૃત્યમાં શુભ પરિણામ ન હોવાને લીધે ભક્તિનો લાભ લવલેશ પણ તેને મળ્યો નહિ. જેમણે જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવી નહિ, સાધુઓને પૂજ્યા નહિ અને દુધર વ્રત પણ અંગીકાર કર્યું નહિ તેમને પોતાનો મનુષ્યભવ નકામો ગુમાવ્યો. - જે પુરુષ જિનપ્રતિમા માટે એક ઘાસની ઝુંપડી પણ કરાવે તથા ભક્તિથી પરમ ગુરુને એક ફૂલ પણ અર્પણ કરે તો તેના પુણ્યની ગણત્રી કરી શકાતી નથી. વળી જે પુણ્યશાળી મનુષ્યો શુભ પરિણામથી મોટું, મજબૂત અને નક્કર પત્થરનું જિનમંદિર કરાવે છે તેમની તો વાત જ શી ? તે અતિ ધન્ય પુરુષો તો પરલોકમાં સારી મતિવાલા વિમાનવાસી દેવતા થાય છે.
જિનમંદિર કરાવવાનો વિધિ તો પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ (પત્થર, લાકડાં વગેરે), મજુર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સર્વઉચિત વિધિ અહીં વિશેષે કરી જાણવો. કહ્યું છે કે ધર્મ કરવા માટે ઉદ્યમવાન થયેલા પુરુષે કોઈને પણ અપ્રીતિ થાય એમ કરવું નહીં. આ રીતે જ સંયમ ગ્રહણ કરવું તે શ્રેયસ્કર છે.
આ વાતમાં ભગવાનું મહાવીરસ્વામીનું દેણાંત છે. તે ભગવાને “મારા રહેવાથી આ તાપસોને અપ્રીતિ થાય છે અને તે અપ્રીતિ અબોધિનું બીજ છે,’ એમ જાણી ચોમાસાના કાળમાં પણ તાપસનો આશ્રમ તજી દઈ વિહાર કર્યો. જિનમંદિર બનાવવા માટે કાષ્ઠ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કોઈ અધિષ્ઠાયક દેવતાને રોષ પમાડી અવિધિથી લાવેલું અથવા પોતા માટે આરંભ-સમારંભ લાગે