________________
શુભ અને અશુભ ચિત્રો.
ઘરનું માપ વિગેરે.
પાષાણમય સ્તંભ, પીઠ, પાટિયાં, બારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરુદ્ધકારક છે પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. પાષાણમય વસ્તુ ઉપર કાષ્ઠ અને કાષ્ઠમય વસ્તુ ઉપર પાષાણના સ્તંભ વગેરે વસ્તુઓ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વર્જવી. હળનું કાષ્ઠ, ઘાણી, શકટ વગેરે વસ્તુ તથા રહેંટ આદિ યંત્રો, એ સર્વ કાંટાવાળા વૃક્ષના, વડ આદિ પાંચ ઉંબરના તથા જેમાંથી દૂધ નીકળતું હોય એવા આકડા વગેરે ઝાડના લાકડાનાં વર્લ્ડવાં.
૨૯૯
ઉપર કહેલી વસ્તુઓ બીજોરી, કેળ, દાડમ, મીઠાં લીંબુને આપનાર લીંબોળી, બે જાતની હળદર, આમલી, બાવળ, બોરડી તથા ધંતુરા એમનાં લાકડાની પણ વર્જવી. જો ઉપર કહેલા વૃક્ષોનાં મૂળો પાડોશથી ઘરની ભૂમિમાં પેસે અથવા એ ઝાડની છાયા ઉપર આવે તો તે ઘરધણીના કુળનો નાશ થાય છે. ઘર પૂર્વ ભાગમાં ઊંચું હોય તો ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઊંચું હોય તો ધનની સમૃદ્ધિ થાય છે. પશ્ચિમ ભાગમાં ઊંચું હોય તો વૃદ્ધિ થાય છે અને ઉત્તર દિશામાં ઊંચું હોય તો શૂન્ય થાય છે. વલયાકારવાળું, ઘણા ખૂણાવાળું અથવા એક, બે કે ત્રણ ખૂણાવાળા, જમણી તથા ડાબી બાજુએ લાંબાં ઘરમાં રહેવું નહિ. જે કમાડ પોતાની મેળે બંધ થાય અથવા ઉઘડે તે સારાં નહિ.
શુભ
અને અશુભ ચિત્રો.
ઘરના મૂળ બારણામાં ચિત્રમય કળશાદિની વધુ શોભા સારી કહેવાય છે. જે ચિત્રમાં યોગિનીના નૃત્યનો આરંભ, મહાભારત રામાયણનો અથવા બીજા રાજાઓનો સંગ્રામ, ઋષિનાં અથવા દેવનાં ચરિત્ર હોય તે ચિત્ર ઘરમાં સારાં ન જાણવાં. ફળેલાં ઝાડ, ફૂલની વેલડીઓ, સરસ્વતી, નવનિધાનયુક્ત લક્ષ્મી, કળશ, વધામણાં, ચૌદ સ્વપ્રની શ્રેણી વગેરે ચિત્રો શુભ જાણવાં. વૃક્ષોથી થતી લાભ-હાનિ.
જે ઘરમાં ખારી, દાડમ, કેળ, બોરડી અથવા બિજોરી વગેરે ઝાડ ઉગે છે તે ઘરનો સમૂળ નાશ થાય છે. જેમાંથી દૂધ નીકળે એવાં ઝાડ હોય તો તે લક્ષ્મીનો નાશ કરે છે, કાંટાવાળાં હોય
શત્રુથી ભય આપે છે, ફળવાળાં હોય તો સંતતિનો નાશ કરે છે, માટે એમનાં લાકડાં પણ ઘર બનાવવામાં વાપરવાં નહિ. કોઈ ગ્રંથકાર કહે છે કે ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉંબર અને પશ્ચિમ ભાગમાં પિંપળો અને ઉત્તર ભાગમાં ખાખરાનું ઝાડ શુભકારી છે. ઘરની બાંધણી.
ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સૂવાનું સ્થાન, નૈઋત્ય ખૂણામાં આયુધ વગેરેનું સ્થાન, પશ્ચિમ દિશામાં ભોજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યનો સંગ્રહ કરવાનું સ્થાન, ઉત્તર દિશામાં પાણીયારૂં અને ઇશાન ખૂણામાં દેવમંદિર કરવું. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, વાયુ ગાય, અને દીપક એમનાં સ્થાન કરવાં. અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભોજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાન કરવાં.