________________
૨૭૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વપ્નમાં પણ રહ્યા નહીં એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે જે ધર્મના પ્રભાવથી સુસાધ્ય ન થાય? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભોગવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઇ ઘણી તપસ્યાથી શીઘ કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું.
શેઠનો જીવ દેવતા તેમનો મહિમા ઠેકાણે ઠેકાણે ઘણો જ વધારવા લાગ્યો. પછી પ્રાયે પોતાનું જ દૃષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીમાં સર્વ પર્વરૂપ સમ્યકધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું અને ઘણા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરી પોતે મોક્ષે ગયા.
શેઠનો જીવ દેવતા પણ અશ્રુત દેવલોકથી મોટો રાજા થઈ ફરી વાર પર્વનો મહિમા સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યો અને દીક્ષા લઈ મોક્ષે ગયો. આ રીતે પર્વની આરાધના ઉપર કથા કહી. અગિયારમી ગાથાનો અર્થ ઉપર પ્રમાણે છે. ૧૧.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ -વિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ'ની શ્રાદ્ધવિધિકૌમુદી' ટીકામાં તૃતીય પર્વકૃત્ય પ્રકાશ
સંપૂર્ણ થયો.