________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ
કોશાએ કરેલી સ્થૂલિભદ્રની આ પ્રશંસાથી વિદ્યાગર્વિષ્ટ રથકાર પ્રતિબોધ પામ્યો. કોશા પાસેનો વિષયરાગ વિસરી તે સ્થૂલિભદ્ર પાસે ગયો અને તેણે તેમની પાસે દીક્ષા લીધી.
૨૫૮
બીજા ચાતુર્માસનો પ્રસંગ આવ્યો. સિંહ ગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા અને તેમણે વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાની અનુજ્ઞા માગી. ગુરુએ કહ્યું કે ‘આ કાર્ય મહાદુષ્કર દુષ્કરકારક છે માટે રહેવા દો.’ પણ તેમને તો સ્થૂલિભદ્રની સરસાઇ કરવી હતી તેમણે આગ્રહ પકડ્યો. છેવટે ગુરુએ કહ્યું કે જવું હોય તો ભલે જાઓ, પણ તમે ચારિત્ર સાચવી નહિ શકો.' સિંહ ગુફાવાળા મુનિ વેશ્યાને ત્યાં આવ્યા અને સ્થૂલિભદ્ર જે ચિત્રશાળામાં રહ્યા હતા ત્યાં રહ્યા. સંધ્યા વિતતાં કોશાની બેન ઉપકોશા રંગરાગ સજી ત્યાં આવી વર્ષોના તપ કરનાર અને મનથી મારા જેવો કોઈ નિશ્ચલ નથી તેવું અભિમાન રાખનાર સિંહગુફાવાસી મુનિ રૂપરંગ, હાવભાવ, નેત્રોના વિકારની ચેષ્ઠા કરતી વેશ્યા ઉપર મોહિત થયા. તેમને તેમનું તપ, જપ, અને સંયમ કષ્ટમય લાગ્યા અને યૌવન જીવનનો લાવો ઉપકોશા વેશ્યાના શરીરથી લેવાનું સુજ્યું. તે વર્ષોનું ચારિત્ર વિસરી વેશ્યા પાસે ભોગની પ્રાર્થના કરવા લાગ્યા. વેશ્યાએ કહ્યું ‘તમે જાણો છો કે આ ઘર વેશ્યાનું છે તેને મેળવવા ધન જોઈએ.'
તેમણે મુનિપણું છોડ્યું અને ભર ચોમાસે નેપાળ દેશ જઇ રાજાની સ્તુતિ કરી દાનમાં રત્નકંબલ મેળવી. પાછા વળતાં ચોરોએ લુંટ્યા, વિષય લોભથી મુનિ આમ ત્રણ વખત દાનમાં રત્નકંબલ લાવ્યા અને ત્રણ વખત લુંટાયા, છેવટે ચોથી વખતે માંડ માંડ ચોમાસું પૂર્ણ થવાના સમયે કંબલ લઈ ઉપકોશા વેશ્યા પાસે આવ્યા. તેમણે રત્નકંબલ આપી ભોગની પોતાની માગણી તાજી કરી. ઉપકોશાએ પગ લુંછી તે રત્નકંબલને અશુચિ સ્થાનમાં ફેંકી, મુનિ કહે છેં હૈં આ શું કરે છે ? આ રત્નકંબલ મેળવવી દુર્લભ છે.’ ઉપકોશાએ કહ્યું. ‘મૂર્ખ મુનિ ! આ દુર્લભ છે કે માનવ જીવન અને તેમાં પણ તે વર્ષો સુધી આચરેલું તપ-જપ અને સંયમ દુર્લભ છે ! મારૂ શરીર તો અશુચિથી ભરેલું છે. આની સાથે ભોગભોગવી સંયમ જીવન હારી તું ક્યાં રખડીશ તેનો તને ખ્યાલ છે ?'
વેશ્યાથી હડધૂત થયેલ અને તેના વચનથી સાન ઠેકાણે આવેલ મુનિને પોતાના કૃત્ય માટે પશ્ચાતાપ થયો. તે ગુરુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા ‘હે ભગવંત ! ખરેખર આપે જણાવ્યું તેમ સ્થૂલિભદ્ર અતિ દુષ્કર-દુષ્કર કારક છે. એ મહા સત્ત્વશાળી છે. હું સત્ત્વહીન છું,' આ પછી તેમણે પોતાના પાપની ગુરુ સમક્ષ આલોચના કરી, પ્રાયશ્ચિત્ત લીધું.
સ્થૂલિભદ્ર આ પછી ચૌદપૂર્વી થયા. તેમણે હજારો જીવોને પ્રતિબોધ પમાડ્યા. આમ સ્થૂલિભદ્ર ત્રીસ વર્ષ ઘરવાસમાં, ચોવીસવર્ષ મુનિપણામાં અને પીસ્તાલીસ વર્ષ યુગપ્રધાનપણામાં એમ નવ્વાણું વર્ષનું આયુષ્ય પાળી ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૨૧૫ વર્ષે સ્વર્ગે ગયા. સુદર્શન શેઠ.
સુદર્શન શેઠને ચલિત કરવા મિત્રપત્નીએ ઘણી માંગણી કરી પણ ‘હું પુરુષત્વ વિનાનો છું' તેમ કહી શેઠ તેની પાસેથી છટક્યા; સમય જતાં અભયા રાણીએ સુદર્શનશેઠની પત્નીને પુત્રોથી વિંટાએલી દેખી તેનો બદલો લેવા રાણી તૈયાર થઈ. તેણે સુદર્શનને ધ્યાનમાંથી ઉપાડ્યા અને