________________
૨૩૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ભોજનાવસરે સુપાત્રદાન.
વિવેકી પુરુષ સાધુ આદિનો યોગ હોય તો ઉપર કહેલી રીતે દરરોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ ભોજનને વખતે અથવા પહેલાં આવેલા સાધર્મીઓને પણ શક્તિ પ્રમાણે પોતાની સાથે જમાડે. કારણ કે સાધર્મી પણ પાત્ર જ કહેવાય છે. સાધર્મિક વાત્સલ્યની વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ ભિખારી વગેરે લોકોને ઉચિત દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. કર્મબંધ કરાવવો નહીં, ધર્મની હીલના પણ ન કરાવવી, પોતાનું મન નિર્દય ન રાખવું. ભોજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ મોટા અથવા દયાળુ પુરુષોનું લક્ષણ નથી.
સાંભળ્યું છે કે ચિત્રકૂટમાં ચિત્રાંગદ રાજા હતો. તેના ઉપર ચઢાઈ કરીને શત્રુની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખ્યો. શત્રુઓની અંદર પેસવાની ઘણી ધાસ્તી હોવા છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભોજનને વખતે પોળનો દરવાજો ઉઘાડવતો હતો. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધો.
શત્રુનો ભય છતાં રાજાએ નિયમ ન છોડ્યો એવી રીત છે, માટે શ્રાવકે અને તેમાં પણ ઋદ્ધિવંત શ્રાવકે ભોજનને વખતે દ્વાર બંધ કરવાં નહીં, કેમકે કોણ પોતાનું ઉદર પોષણ કરતો નથી ? પરંતુ ઘણા જીવોનો નિર્વાહ ચલાવે તેની જ પુરુષમાં ગણત્રી છે. માટે ભોજન વખતે આવેલા પોતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભોજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, વાચકોને શક્તિના અનુસાર અને દુઃખી જીવોને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ મોટા પુરુષોને ભોજન કરવું ઉચિત છે.
આગમમાં પણ કહ્યું છે કે સુશ્રાવક ભોજન કરતાં દ્વાર બંધ કરે નહીં. કેમકે જિનેન્દ્રોએ શ્રાવકોને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં જીવોનો સમુદાય દુઃખથી હેરાન થયેલો જોઈ નાતજાતનો અથવા ધર્મનો મનમાં તફાવત ન રાખતાં દ્રવ્યથી અન્નાદિ દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. એવું શ્રી ભગવતી આદિ સૂત્રોમાં શ્રાવકના વર્ણનને પ્રસંગે “áામમારા” એવું વિશેષણ દઈ “શ્રાવકે સાધુ આદિ લોકોને પ્રવેશ કરવા માટે હંમેશાં દ્વાર ઉઘાડાં રાખવા” એમ કહ્યું છે. તીર્થકરોએ પણ સાંવત્સરિક દાન દઈ દીન લોકોનો ઉદ્ધાર કર્યો. વિક્રમરાજાએ પણ પોતાના રાજ્યમાંના સર્વે લોકોને અનૃણી કર્યા, તેથી તેના નામનો સંવત ચાલ્યો.
દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લોકોને સહાય આપવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. કેમકે શિષ્યની વિનય ઉપરથી, સુભટની સંગ્રામનો સમય આવવાથી, મિત્રની આપદાનો પ્રસંગ આવવાથી અને દાનની પડવાથી પરીક્ષા થાય છે.
વિ. સંવત્ ૧૩૧૫મા વર્ષે દુકાળ પડ્યો ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલ જ્ઞાતિના જગડુશાહે એકસો બાર સદાવ્રતો ખોલી દાન આપ્યું. કહ્યું છે કે દુકાળ પડવા છતાં હમ્મીરે બાર, વીસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહે હજાર મૂડા ધાન્યના આપ્યા.
અણહિલપુર પાટણમાં સિંધાક નામે મોટો શરાફ થયો. તેણે અશ્વ, ગજ, મોટા મહેલ આદિ ઘણી ઋદ્ધિ ઉપાર્જન કરી. સંવત્ ૧૪૨૯ મે વર્ષે તેણે આઠ મંદિરો બંધાવ્યાં. અને મહાયાત્રાઓ