________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧. ઉત્પન્ન કરનાર, ૨. ઉછેરનાર, ૩. વિદ્યા આપનાર, ૪. અન્ન-વસ્ત્ર દેનાર અને ૫. જીવ બચાવનાર, એ પાંચે પિતા કહેવાય છે.
૨૦૨
૧. રાજાની સ્ત્રી, ૨. ગુરુની સ્રી, ૩. પોતાની માતા, ૪. પોતાની સ્ત્રીની માતા, ૫. પોતાની ધાવમાતા, એ પાંચે માતા કહેવાય છે.
૧. સગોભાઈ, ૨. સાથે ભણનાર, ૩. મિત્ર, ૪. માંદગીમાં માવજત રાખનાર અને, પ. માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર. એ પાંચે ભાઈ કહેવાય છે.
ભાઈઓએ માંહોમાંહે ધર્મકરણી એકબીજાને સારી રીતે યાદ કરાવવી. કેમ કે જે પુરુષ પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસારરૂપ ઘરમાં મોહનિદ્રાથી સૂતેલા માણસને જગાડે તે તેનો પરમબંધુ કહેવાય.
ભાઈઓની અંતર પ્રીતિ ઉપર ભરતનો દૂત આવે શ્રી ઋષભદેવ ભગવાન પાસે પૂછવા ગયેલા અઠ્ઠાણું ભાઈઓનું દૃષ્ટાંત જાણવું. ભાઈ માફક દોસ્તની સાથે પણ વર્તવું.
આ રીતે ભાઈના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. હવે સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ
છીએ. સ્ત્રીનું ઉચિત.
પુરુષે પ્રીતિ વચન કહી, સારું માન રાખી પોતાની સ્ત્રીને સ્વકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિવચન તે એક સંજીવની વિદ્યા છે. તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. યોગ્ય અવસરે પ્રીતિ-વચનનો ઉપયોગ કર્યો હોય તો તે દાનાદિથી પણ ઘણું વધારે ગૌરવ પેદા કરે છે. કેમ કે પ્રીતિવચન જેવું બીજું વશીકરણ નથી, કળાકૌશલ જેવું બીજું ધન નથી, અહિંસા જેવો બીજો ધર્મ નથી અને સંતોષ સમાન બીજું સુખ નથી.
પુરુષ પોતાની સ્ત્રીને ન્હવરાવવું, પગ દબાવવા વગેરે પોતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પોતાનું કુટુંબ, ધન વગેરેનો વિચાર કરી ઉચિત એવા વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જોવાય છે એવા ઘણા લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પોતાની કાય-સેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે તેમ કરવાથી તેનો પતિ ઉપર સારો વિશ્વાસ રહે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે તેથી તે કોઈ સમયે પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં.
આભૂષણ આદિ આપવાનું કારણ એ છે કે સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શોભતી હોય તો તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે. કેમકે લક્ષ્મી સારાં કાર્ય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પોતાનું જડમૂળ કરીને રહે છે અને ઇન્દ્રિયો વશ રાખવાથી સ્થિર રહે છે.
નાટક વગેરેના મેળાવડામાં સ્ત્રીઓને જતાં અટકાવવાનું કારણ એ છે કે ત્યાં હલકા લોકોના અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા બીજી પણ ખરાબ ચેષ્ટાઓ જોવાથી મૂળથી નિર્મળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની જેમ પ્રાયે બગડે છે, માટે નાટક જોવા વગેરે કામો તજવાં.