________________
લોકવિરુદ્ધ આચરવું નહીં
૧૯૭ લોકવિરુદ્ધ આચરવું નહીં.
સરળ લોકોની મશ્કરી કરવી, ગુણવાન લોકોની અદેખાઈ કરવી, કૃતદન થવું. ઘણા લોકની સાથે વિરોધ રાખનારની સોબત કરવી, લોકમાં પૂજાયેલાનું અપમાન કરવું, સદાચારી લોકો સંકટમાં આવે રાજી થવું, આપણામાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છોડવી, ધનના પ્રમાણથી ઘણો ઉજળો અથવા ઘણો મલિન વેષ વગેરે કરવો, એ સર્વ લોકવિરુદ્ધ કહેવાય છે. એથી આ લોકમાં અપયશ વગેરે થાય છે.
વાચકશિરોમણિ શ્રી ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે સર્વ ધર્મી લોકોનો આધાર લોક છે, માટે જે વાત લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ હોય તે સર્વથા છોડવી. લોકવિરુદ્ધ તથા ધર્મવિરુદ્ધ વાત છોડવામાં લોકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય અને સુખે નિર્વાહ થાય વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે લોકવિરુદ્ધ છોડનારા માણસ સર્વ લોકને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમકિત વૃક્ષનું મૂળ છે. ધર્મવિરુદ્ધ.
મિથ્યાત્વ કૃત્ય કરવું, મનમાં દયા ન રાખતાં બળદ વગેરેને મારવા, બાંધવા વગેરે. જુ તથા માંકડ વગેરે તડકે નાખવા, માથાના વાળ મોટી કાંસકીથી સમારવા, લીખો ફોડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજબૂત મોટા જાડા ગળણાથી સંખારો વગેરે સાચવવાની યુક્તિ, પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણા, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યક પ્રકારે ઉપયોગ ન રાખવો. - આખી સોપારી, ખારેક, વાલોળ, ફળી, વગેરે મોઢામાં એમની એમ નાંખવી નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, ન્હાતાં, કાંઈ વસ્તુ મૂકતા અથવા લેતાં, રાંધતાં, ખાંડતાં, દળતાં અને મળમૂત્ર, બળખો, કોગળો વગેરેનું પાણી તથા તાંબુલ વગેરે નાંખતાં બરાબર યતના ન રાખવી. ધર્મમાં આદર ન રાખવો. દેવ, ગુરુ તથા સાધર્મિક એમની સાથે દ્વેષ કરવો, દેવદ્રવ્ય વગેરેની તથા સારા લોકોની મશ્કરી કરવી, કષાયનો ઉદય બહુ રાખવો, બહુ દોષથી ભરેલું ખરીદ વેચાણ કરવું, ખરકર્મ તથા પાપમય અધિકાર આદિ કાર્ય વિષે પ્રવર્તવું એ સર્વ ધર્મવિરુદ્ધ કહેવાય છે.
ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાંખરાં પદોની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધર્મી લોકો દેશવિરુદ્ધ, કાળવિરુદ્ધ, રાજવિરુદ્ધ અથવા લોકવિરુદ્ધ આચરણ કરે તો તેથી ધર્મની નિંદા થાય છે, માટે તે સર્વ ધર્મવિરુદ્ધ સમજવું. ઉપર કહેલું પાંચ પ્રકારનું વિરુદ્ધકર્મ શ્રાવકે છોડવું. આ રીતે દેશાદિ પાંચ વિરુદ્ધકર્મનો ત્યાગ કરવાનું કહ્યું છે. ઉચિત આચારો અને તેના નવ ભેદ.
હવે ઉચિતકર્મ કહીએ છીએ. ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબંધી વગેરે નવ પ્રકારે છે. ઉચિતાચરણથી આ લોકમાં પણ સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતોપદેશમાળામાં જે ગાથાઓ વડે દેખાયું છે તે અહીં લખીએ છીએ. માણસ માત્રનું માણસપણે