________________
૧૮૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ કહ્યું છે કે વિશ્વાસુ તથા અવિશ્વાસુ બન્ને માણસો ઉપર વિશ્વાસ ન રાખવો, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થયેલો ભય મૂળથી નાશ કરે છે. એવો કોણ મિત્ર છે કે જે ગુપ્ત થાપણ મૂકી હોય તો તેનો લોભ ન કરે ? કહ્યું છે કે શેઠ પોતાના ઘરમાં કોઈની થાપણ આવી પડે ત્યારે તે પોતાના દેવતાની સ્તુતિ કરીને કહે છે કે “જો એ થાપણનો સ્વામી શીધ્ર મરણ પામે તો તને માનેલી વસ્તુ આપીશ.” વળી એમ પણ કહ્યું છે કે ધન અનર્થનું મૂળ છે, પણ જેમ અગ્નિ વિના તેમ તે ધન વિના ગૃહસ્થનો નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં; માટે વિવેકી પુરુષે ધનનું અગ્નિની જેમ રક્ષણ કરવું આ વિષય ઉપર ધનેશ્વર શ્રેષ્ઠીનું દૃષ્ટાંત નીચે આપ્યું છે. ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત.
ધનેશ્વર નામે એક શેઠ હતો. તેણે પોતાના ઘરમાંની સર્વ સારી વસ્તુ એકઠી કરી તેનું રોકડું નાણું કરી એકેકનું ક્રોડક્રોડ સોનૈયા દામ ઉપજે એવાં આઠ રત્ન વેચાતાં લીધાં અને કોઈ ન જાણે તેવી રીતે પોતાના એક મિત્રને ત્યાં અનામત મૂક્યાં. પછી પોતે ધન મેળવવા માટે પરદેશ ગયો. ત્યાં બહુ કાળ રહ્યા પછી દુર્દેવના યોગથી ઓચિંતી શરીરે માંદગી થઈ અને મરણ પામ્યો. કહ્યું છે કે પુરુષ મચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કાંઈ જૂદું જ ચિંતવે છે અને દૈવયોગથી કાંઈ જૂદું જ થાય છે.
ધનેશ્વર શ્રેષ્ઠીનો અંતસમય સમીપ આવ્યો ત્યારે પાસે સ્વજન સંબંધી હતા. તેમણે શ્રેષ્ઠીને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછ્યું. શ્રેષ્ઠીએ કહ્યું કે “પરદેશ ઉપાર્જન કરેલું બહુ દ્રવ્ય છે, તો પણ તે જ્યાં
ત્યાં વિખરાયેલું હોવાથી મારા પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ મારા એક મિત્રની પાસે મેં આઠ રત્ન અનામત મૂક્યાં છે તે મારા સ્ત્રી-પુત્રાદિને અપાવજો.” એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામ્યો.
સ્વજનોએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિને એ વાત કહી, ત્યારે તેમણે પોતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુમાનથી ઘેર બોલાવ્યો અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી; તો પણ લોભી મિત્રે તે વાત માની નહીં અને રત્ન પણ આપ્યાં નહીં. પછી તે વિવાદ ન્યાયસભામાં ગયો. સાક્ષી, લેખ વગેરે પુરાવો નહીં હોવાથી રાજા, મંત્રી વગેરે ન્યાયાધીશો રત્નો અપાવી શક્યા નહીં. આ રીતે સાક્ષી રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત કહ્યું છે.
કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખ્યો હોય તો ચોરને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દૃષ્ટાંત કહે છે :ધન આપતાં સાક્ષી રાખવાથી થતો લાભ.
એક વણિક ધનવાન હતો પરંતુ સાથે સાથે તેટલો જ ઠગ પણ હતો. પરદેશ જતાં માર્ગમાં તેને ચોરોની ધાડ નડી. ચોરોએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું “સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરો અને અવસર આવે પાછું આપજો, પણ મને મારશો નહીં.” પછી ચોરોએ “આ કોઈ પરદેશી મૂર્ખ માણસ છે” એમ ધારી એક જંગલી કાબરચિત્ર વર્ણના બિલાડાને