________________
કર્મચાંડાળ.
૧૭૫ એટલામાં ભૂખથી પીડાયેલા વાઘના વચનથી રાજપુત્રે વાનરને નીચે નાંખ્યો. વાનર વાઘના મુખમાં પડ્યો હતો, પણ વાઘ હસ્યો ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યો અને રૂદન કરવા લાગ્યો. વાઘે રૂદન કરવાનું કારણ પૂછવાથી વાનરે કહ્યું કે “હે વાઘ ! પોતાની જાતિ મૂકીને જે લોકો પરજાતિને વિષે આસક્ત થાય તેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરું છું કે તે જડ લોકોની શી ગતિ થશે ?
પછી એવા વચનથી તથા પોતાના કૃત્યથી શરમાયેલા રાજપુત્રને તેણે ગાંડો કર્યો. ત્યારે રાજપુત્ર વિરિ, વિમરી એમ કહેતો જંગલમાં ભટકવા લાગ્યો. રાજપુત્રનો ઘોડો એકલો જ નગરમાં જઈ પહોંચ્યો. તે ઉપરથી નંદરાજાએ શોધખોળ કરાવી પોતાના પુત્રને ઘેર લાવ્યો. ઘણા ઉપાય કર્યો. તો પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયો નહીં. ત્યારે નંદરાજાને શારદાનંદન યાદ આવ્યા.
જે રાજપુત્રને સાજો કરે તેને હું મારું અર્ધ રાજ્ય આપીશ.” એવો ઢંઢેરો પીટાવવાનો રાજાએ વિચાર કર્યો. ત્યારે દિવાને કહ્યું “મહારાજ! મારી પુત્રી થોડું ઘણું જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યો ત્યારે પડદાની અંદર બેસી રહેલા શારદાનંદને કહ્યું કે,
વિશ્વાસ રાખનારને ઠગવો એમાં શી ચતુરાઈ ? તથા ખોળામાં સૂતેલાને મારવો એમાં પણ શું પરાક્રમ ?”
શારદાનંદનનું એ વચન સાંભળી રાજપુત્ર “વિકિપી” એ ચાર અક્ષરમાંથી પ્રથમ વિ અક્ષર બોલવાનો પડતો મૂક્યો.
સેતુ (રામે બંધાવેલી સમુદ્રની પાળ) જોવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાપથી છૂટે છે પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જોવાથી અથવા સંગમ સ્નાનથી શુદ્ધ થતો નથી.” આ બીજું વચન સાંભળી રાજપુત્રે બીજો સે અક્ષર મૂકી દીધો.
મિત્રને હણવાની ઇચ્છા કરનાર, કૃતદન, ચોર અને વિશ્વાસઘાત કરનાર એ ચારે જણા જયાં સુધી ચંદ્ર-સૂર્ય છે ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજું વચન સાંભળી રાજપુત્રે ત્રીજો મિ અક્ષર મૂક્યો.
“રાજનું! તું રાજપુત્રનું કલ્યાણ ઇચ્છતો હોય તો સુપાત્રે દાન આપ, કારણ કે ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે.” એ ચોથું વચન સાંભળી રાજપુત્રે ચોથો રા અક્ષર બોલવાનો પડતો મૂક્યો. '
પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વે વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનંદનને દીવાનની પુત્રી સમજતો હતો, તેથી તેણે તેને પૂછ્યું કે “હે બાળા ! તું ગામમાં રહે છે તેમ છતાં જંગલમાં થયેલી વાઘની વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે ?” રાજાએ એમ પૂછ્યું, ત્યારે શારદાનંદને કહ્યું કે “હે રાજન્ ! દેવ-ગુરુના