________________
ગર્વ વિનાશનું મૂળ છે.
૧૫૯ તે સમયે સેવકે તેને કાંઈ વાત કહેવાની હોય તો કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમ રાજમાતા, પટ્ટરાણી, પાટવીકુમાર, મુખ્યમંત્રી, રાજગુરુ, અને દ્વારપાળ એટલા માણસોની સાથે પણ એમ જ વર્તવું.
પૂર્વે મેં જ એ સળગાવ્યો છે માટે હું એની અવહેલના કરું તો પણ એ મને બાળશે નહીં એવી ખોટી સમજથી જો કોઈ માણસ પોતાની આંગળી દીવા ઉપર ધરે તો તે તત્કાળ બાળી નાખે છે. તેમ મેં જ એને હિકમતથી રાજપદવીએ પહોંચાડ્યો છે, માટે તે રુષ્ટ ન થાય એવી સમજથી જો કોઈ માણસ રાજાને આંગળી પણ અડાડે તો તે રુષ્ટ થયા વગર રહે નહીં. માટે તે રુષ્ટ ન થાય તેમ વર્તવું.
કોઈ પુરુષ રાજાને ઘણો માન્ય હોય તો પણ મનમાં તેણે તે વાતનો ગર્વ ન કરવો, કારણ કે ગર્વ વિનાશનું મૂળ છે એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે :ગર્વ વિનાશનું મૂળ છે.
| દિલ્હી શહેરના બાદશાહના મોટા પ્રધાનને ઘણો ગર્વ થયો. તે મનમાં એમ સમજવા લાગ્યો કે “રાજ્ય મારા ઉપર જ ટકી રહ્યું છે.” એક સમયે કોઈ મોટા માણસ આગળ તેણે ગર્વની વાત પણ કહી દીધી. તે વાત બાદશાહને કાને પડતાં જ તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂકયો અને તેની જગ્યા ઉપર હાથમાં રાંપડી રાખનારો એક નજીકમાં મોચી હતો તેને રાખ્યો. તે કામકાજના કાગળ ઉપર સહીની નિશાની તરીકે રાંપડી લખતો હતો. તેનો વંશ હજી દિલ્હીમાં હયાત છે. રાજ સેવાની શ્રેષ્ઠતા.
રાજાદિ પ્રસન્ન થાય તો ઐશ્વર્ય દિનો લાભ થવો અશક્ય નથી. કહ્યું છે કે શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિ-પોષણ અને રાજાનો પ્રસાદ એટલી વસ્તુ તત્કાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લોકો રાજા આદિ લોકોની સેવા કરવાની ભલે નિંદા કરે, પણ રાજસેવા કર્યા વગર સ્વજનનો ઉદ્ધાર અને શત્રુનો સંહાર થાય નહિ. કુમારપાળ નાસી ગયા, ત્યારે વીસરી બ્રાહ્મણે તેમને સહાયતા આપી તેથી પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું.
કોઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પોળીયાનું કામ કરતો હતો તેણે એક સમયે સર્પનો ઉપદ્રવ દૂર કર્યો. તેથી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજા તે દેવરાજને પોતાનું રાજ્ય આપી પોતે દીક્ષા લઈ સિદ્ધ થયા. મંત્રી, શ્રેષ્ઠી, સેનાપતિ આદિનાં સર્વ કામો પણ રાજસેવામાં જ સમાઈ જાય છે. એ મંત્રી આદિના કામો ઘણાં પાપમય છે અને પરિણામે કડવાં છે માટે ખરેખર જોતાં શ્રાવકે તે વર્જવાં.
કહ્યું છે કે જે માણસને જે અધિકાર ઉપર રાખીએ તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં. જુઓ ધોબી પોતાના પહેરવાના વસ્ત્ર વેચાતા લઈને પહેરે છે કે શું? મનમાં અધિક ચિતા ઉત્પન્ન કરનારા અધિકાર કારાગૃહ સમાન છે. રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે.