________________
વંકચૂલની કથા.
૧૫૩ ન્યાય થશે ત્યારે જ હું ભોજન કરનાર છું તો પણ કોઈ બોલ્યું નહીં. જ્યારે રાજાને ત્યાં ને ત્યાં ઊભા એક લાંઘણ થયું તો પણ કોઈ બોલ્યું નહિ.
ત્યારે રાજપુત્ર પોતે જ આવી રાજાને કહેવા લાગ્યો કે, “પિતાજી ! હું એના ઉપર ચક્કર ચલાવનાર છું. માટે જે દંડ કરવાનો હોય તે મારો કરો.” રાજાએ તે જ વખતે સ્મૃતિઓના જાણનારાઓને બોલાવી પૂછ્યું કે આ ગુન્હાનો શો દંડ કરવો? તેઓ બોલ્યા કે સ્વામી ! રાજપદને યોગ્ય એક જ આ પુત્ર હોવાથી એને શો દંડ દેવાય ? રાજા બોલ્યો કે કોનું રાજ્ય ? કોનો પુત્ર ! મારે તો ન્યાયની સાથે સંબંધ છે, મારે તો ન્યાય જ પ્રધાન છે, હું કંઈ પુત્રને માટે કે રાજ્યને માટે અચકાઉં એમ નથી. નીતિમાં કહ્યું છે કે દુષ્ટનો દંડ, સજ્જનનો સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારની વૃદ્ધિ, અપક્ષપાત, શત્રુઓથી પોતાના રાજ્યની રક્ષા એ પાંચ પ્રકારના જ યજ્ઞ રાજાઓને માટે કહેલા છે.
સોમનીતિમાં પણ કહેવું છે કે, “અપરાધીના જ જેવો દંડ પુત્ર ઉપર પણ કરવો.” માટે આને શું દંડ આપવો યોગ્ય લાગે છે ? તે કહો. તો પણ તે કાયદાના જાણ પુરુષ કાંઈ બોલ્યા નહીં, અણ બોલ્યા રહ્યા. રાજા બોલ્યો આમાં કોઈનો કંઈપણ પક્ષપાત રાખવાની જરૂર નથી. ન્યાયથી જેણે જેવો અપરાધ કર્યો હોય તેને તેવો દંડ આપવો જોઈએ. માટે આણે આ વાછરડા ઉપર ચક્કર ફેરવ્યું છે તો એના ઉપર પણ ચક્કર ફેરવવું યોગ્ય છે. એમ કહી રાજાએ ત્યાં ઘોડાગાડી મંગાવી પુત્રને કહ્યું કે, અહીંયાં તું સૂઈ જા. ત્યારે તેણે વિનીત હોવાથી તેમજ કર્યું. ઘોડાગાડી હાંકનારને કહ્યું કે આના ઉપર ગાડીનું ચક્કર ચલાવ પણ તેણે ગાડી ચલાવી નહીં.
ત્યારે લોકો ના પાડતાં છતાં પણ રાજા પોતે તે ગાડી ઉપર ચડીને તે ગાડીને ચલાવવા માટે ઘોડાને ચાબુક મારીને તેના ઉપર ચક્કર ચલાવવા ઉદ્યમ કરે છે તે જ વખતે ગાય બદલાઈ ગઈ અને રાજ્યાધિષ્ઠાયિકા દેવી બની. (બનેલી ગાયને બદલે ખરી દેવીયે) જયજય શબ્દ કરતાં તેની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી કહ્યું કે રાજન્ ! ધન્ય છે તને તેં આવો ન્યાય અધિક પ્રિયતમ ગણ્યો, તું ચિરકાળપર્યત નિર્વિન રાજ્ય કર. હું ગાય કે વાછરડો કંઈ નથી. પણ તારા રાજ્યની અધિષ્ઠાયિકા દેવી છું. તારા ન્યાયની પરીક્ષા કરવા આવી હતી. તું આવું ચિરકાળ રાજ્ય નિર્વિન ચલાવજે. એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ.
રાજાના કારભારીએ તો જેમ રાજા અને પ્રજાનો અર્થ સાધન થઈ શકે અને ધર્મમાં પણ વિરોધ ન આવે તેમ અભયકુમાર તથા ચાણક્ય આદિની જેમ ન્યાય કરવો. કહ્યું છે કે - ' રાજાનું હિત કરતાં લોકોથી વિરોધ થાય, લોકોનું હિત કરતાં રાજા રજા આપી દે, એમ બન્નેને રાજી રાખવામાં મોટો વિરોધ થાય, પણ રાજા અને પ્રજા અને બન્નેના હિતના કાર્યનો કરનાર મળવો મુશ્કેલ છે. એથી બન્નેના હિતકારક બની પોતાનો ધર્મ સાચવીને ન્યાય કરવો. વ્યાપાર-વિધિ.
વ્યાપારીઓને ધર્મનો અવિરોધ તે વ્યવહારશુદ્ધિ વગેરેથી થાય છે. વ્યાપારમાં નિર્મળતા હોય (સત્યતાથી વ્યાપાર કરવામાં આવે, તો ધર્મમાં વિરોધ થતો નથી. તે જ વાત મૂળગાથામાં કહે છે -