________________
૧૪૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ એવી રીતે શ્રીકેશી ગણધરે યુક્તિથી બરાબર બોધ કર્યો, ત્યારે પ્રદેશ રાજાએ કહ્યું “આપ કહો છો તે વાત ખરી છે. પણ કુળપરંપરાએ આવેલું નાસ્તિકપણું શી રીતે છોડું ?” શ્રીકેશી ગણધરે કહ્યું. “જેમ કુળપરંપરાથી આવેલા દારિદ્ર, રોગ, દુઃખ આદિ મૂકાય છે, તેમ નાસ્તિકપણું પણ મૂકી દેવું જ.” આ સાંભળી પ્રદેશ રાજા સુશ્રાવક થયો.
તે રાજાની સૂર્યકાંતા નામે એક રાણી હતી, તે પરપુરુષને વિષે આસક્ત થઇ. એક દિવસે પૌષધને પારણે પ્રદેશ રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત સુરત તે રાજાના ધ્યાનમાં આવી અને તેણે ચિત્રસારથીને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રીના વચનથી પોતાનું મન સમાધિમાં રાખ્યું અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવલોકે સૂર્યાભ વિમાનની અંદર દેવતા થયો. વિષપ્રયોગની વાત ખબર પડવાથી સૂર્યકાન્તા ઘણી શરમાઈ અને બીકથી જંગલમાં નાસી ગઇ. ત્યાં સર્પના દંશથી મરણ પામી નરકે પહોંચી.
એક વખત આમલકલ્પાનગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્યાભદેવતા ડાબા તથા જમણા હાથથી એકસો આઠ કુંવર તથા કંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન આગળ આશ્ચર્યકારી દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયો. ત્યારે ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વીરભગવાને સૂર્યાભ દેવતાનો પૂર્વભવ તથા દેવના ભવથી ચ્યવી મહાવિદેહક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. આ રીતે પ્રદેશ રાજાનું દૃષ્ટાંત છે. હવે બપ્પભટ્ટસૂરિના સદુપદેશથી બોધ પામનારા આમરાજા.
પાંચાળ દેશમાં કુંભ નામના ગામના બપ્પક્ષત્રિય પિતા અને ભટ્ટી નામની માતાનો સુરપાળ નામે પુત્ર હતો. દીક્ષા વખતે ગુરુમહારાજે તેનું નામ બપ્પભટ્ટી રાખ્યું તે રોજના એક હજાર શ્લોક કંઠસ્થ કરી શકતા હતા. ગુરુએ તેમને જયારે આચાર્યપદ આપ્યું ત્યારે તેમનું નામ બપ્પભટ્ટસૂરિ રાખ્યું.
એક વખત ગ્વાલીયરના રાજા યશોવર્માનો પુત્ર આમકુમાર પિતાથી રીસાઈ બપ્પભટ્ટસૂરિ પાસે આવ્યો. કાવ્યનો શોખીન હોવાથી તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં આમને પિતાનું રાજ્ય મળ્યું. આમકુમારે બપ્પભટ્ટસૂરિને પોતાને નગર બોલાવ્યા અને કહ્યું કે, “આ રાજ્યનો આપ સ્વીકાર કરો.' સૂરિએ કહ્યું કે, “દેહમાં પણ અમે સ્પૃહા રાખતા નથી, તો અમારે રાજ્યને શું કરવું છે ? રાજા આશ્ચર્ય પામ્યો. પછી ગુરુના ઉપદેશથી તેણે એક પ્રાસાદ બનાવ્યો અને તેમાં સુવર્ણની મહાવીર ભગવાનની પ્રતિમા સ્થાપન કરી.
એક વખત આમરાજાની સભા આગળ નટનું ટોળું નાચ કરતું હતું, તેમાં એક સ્ત્રીનું સુંદર લાવણ્ય દેખી આમ તેમાં મોહમુગ્ધ બન્યો. અને તેના રૂપમાં આકર્ષાઈ તેના રૂપનો વર્ણનાત્મક એક શ્લોક બોલી ઉઠયો. સૂરિ મહારાજને આની ખબર પડી, તેમણે આમને સમજાવવા જળની અન્યોક્તિવાળો શ્લોક તેના પ્રસાદમાં ભારવટ ઉપર લખાવ્યો. શ્લોક વાંચી રાજાને પોતાના કાર્ય માટે શરમ આવી, અને તેના પ્રાયશ્ચિત્ત માટે તપાવેલી પુતળીને ભેટવા તૈયાર થયો. સૂરિને ખબર પડતાં તેને સમજાવ્યો કે “હે રાજનું ! તે પાપનો સંકલ્પ કર્યો છે. તેથી તેનું પ્રાયશ્ચિત્ત ચિત્તશુદ્ધિ કરી, ધર્મ આરાધ, પણ વથા જીવન ગુમાવી ન દે.” રાજાએ ત્યારપછી ગરુ મહારાજ પાસે વ્રતો ગ્રહણ કર્યા અને ધર્મમાં રક્ત બન્યો.