SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી પ્રતિમા ત્યાં જ આકાશમાં સ્થિર થઈ ગઈ અને ગાડું તેની નીચેથી આગળ નીકળી ગયું. પ્રતિમા આગળ ન આવવાથી ખેદ પામેલા રાજાએ પછી ત્યાં જ પોતાના નામને અનુસારે શ્રીપુર (સિરિ) ગામ વસાવ્યું અને ત્યાં જિનાલય બંધાવીને તેમાં અનેક મહોત્સવપૂર્વક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. રાજા હંમેશા તેની ત્રિકાળ પૂજા કરતો હતો. - અત્યારે પણ તે પ્રતિમા તે જ પ્રમાણે આકાશમાં અદ્ધર રહેલી છે. પૂર્વે, માથા ઉપર પાણીનું બેડું ચડાવીને પ્રતિમાજીની નીચેથી સ્ત્રી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પરંતુ કાલક્રમે નીચેની ભૂમિ ઊંચે ચડી જવાથી અથવા મિથ્યાત્વ આદિથી દૂષિત કાલના પ્રભાવથી પ્રતિમા નીચે નીચે દેખાવા લાગી. છેવટે અત્યારે તેની નીચેથી માત્ર અંગલુછણું નીકળી શકે છે, અને (પ્રતિમાની) બંને બાજુએ નીચે દીવા મૂકવાથી પ્રતિમા અને તેની નીચેની ભૂમિ વચ્ચે દીવાનો પ્રકાશ બરાબર દેખાય છે એટલી અદ્ધર છે. - જે વખતે રાજાએ પ્રતિમાને ગાડામાં સ્થાપી હતી તે વખતે અંબાદેવી ને ક્ષેત્રપાલ પણ પ્રતિમા સાથે હતા. અંબાદેવીને સિદ્ધ અને બુદ્ધ નામના બે પુત્રો હતા. ઉતાવળ ઉતાવળમાં અંબાદેવીએ તેમાંથી એક પુત્ર સાથે લીધો, પણ એક પુત્ર ભૂલથી પાછળ રિહી ગયો. અંબાદેવીએ ક્ષેત્રપાળને હુકમ કર્યો કે “પાછળ રહી ગયેલા પુત્રને લઈ આવ.” પણ અતિ વ્યાકુળપણે ચાલતો ક્ષેત્રપાળ પણ પાછળ પાછળ રહી ગયેલા પુત્રને ન લાવ્યો, તેથી અંબાદેવીએ કોપાયમાન થઈને ક્ષેત્રપાળના માથામાં ટુંબો માર્યો. અત્યારે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથામાં તે પ્રમાણે જ જોવામાં આવે છે. આ પ્રમાણે અંબાદેવી અને ક્ષેત્રપાલ જેની સેવા કરી રહ્યા છે અને ધરણેન્દ્ર તથા પદ્માવતી જેની ઉપાસના કરે છે, એવી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભવ્ય લોકોથી અત્યારે પૂજાય છે, તેમ જ યાત્રાળુ લોકો યાત્રા મહોત્સવ કરે છે. આ પ્રતિમાના વણનું પાણી આરતી ઉપર છાંટવામાં આવે તો પણ આરતી બુઝાતી નથી, તેમ જ પ્રતિમાના હવણનું પાણી લગાવવાથી દાદર, ખસ તથા કોઢ વગેરે રોગો નાશ પામે છે એવો અત્યારે પણ પ્રભાવ છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં જે કંઈ સાંભળવામાં આવ્યું તે પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિએ સ્વ-પરના ઉપકારને માટે શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના કલ્પમાં લખ્યું છે. શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ તીર્થકલ્પનો સાર આ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલા ઉપરના વૃત્તાંતમાંથી નીચેની મુખ્ય વાતો તરી આવે છે. રાવણના સેવક માલી અને સુમાલી કોઈ કાર્યાર્થે વિમાનમાં બેસીને જતા હતા તે વખતે વચમાં ભોજનનો અવસર થવાથી નીચે ઉતર્યા, પણ પ્રતિમા સાથે લાવવી કે વી" તરિક્ષ પાર્શ્વનાથ
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy