________________
તીર્થસેવા :
૩૫ વરસ સુધી એકાગ્ર સેવા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથના ચરણે રજુ કરી હરખચંદભાઈ કૃતાર્થ બન્યા છે. તેઓ પિતાને ધન્ય માને છે. નિસ્વાર્થ બુદ્ધિથી સેવા કરવા નીકળેલાઓને પિતાને વિચાર છેડ પડે છે, અને ઉદાર તથા વિશાલ મન રાખી તેને જીવન જીવવું પડે છે. એ અનુભવ દરેક સેવકને આવે છે. અંતરિક્ષજીમાં રસેડાખાતું ચાલે છે, તેની તિથીએ નોંધાવવી છે, ત્યાં જ ગુરુકુલ કાઢી જૈન બચ્ચાઓને મફત શિક્ષણ મળે એવી ગોઠવણ કરવી છે, અંતરિક્ષમાં આવનાર યાત્રીઓ માટે ધર્મશાળા બંધાવી છે, તીર્થનો જીર્ણોદ્ધાર કરાવે છે, પરકેટમાં રહેલી જમીને લઈ તીર્થનું આંગણું રળીઆમણું બનાવવું છે, આવી એક પછી એક વિચારણુએ એમના મનમાં રમતી જ હોય છે, અને તે માટે તેઓ પિતે સતત્ પ્રયત્નશીલ અને કાર્યરત રહે છે, અને બીજાઓને પણ કાર્યાન્વિત બનાવે છે. એવી અતૂટ શક્તિ હરખચંદભાઈમાં છે. તેને પરિચય થાય છે ત્યારે તેમના પ્રત્યેના બહુમાનમાં વધારે થયા વગર રહેતું નથી. મહારાષ્ટ્રીય જૈન સભા :
મહારાષ્ટ્રીય જૈન સભાના વર્ષોથી તેઓ પ્રમુખ છે. સામાજિક સેવા કરવામાં તેમને તેટલો જ રસ છે. મહારાષ્ટ્રમાં વસતા જૈન ભાઈઓનું દઢ સંગઠ્ઠન થાય અને તે સંગઠ્ઠન દ્વારા મહારાષ્ટ્રીય જૈન બંધુઓના અનેક સામાજિક પ્રશ્ન અને અનેકવિધ મુશ્કેલીઓને ઉકેલ થાય એવી તમન્ના તેમના મનમાં સતત જાગૃત રહે છે. મહારાષ્ટ્રીય જૈન સમાજનું