________________
પણ મહત્સવપૂર્વક થઈ ચૂકી છે. એ મંદીર કેટલું વિશાલ અને ભવ્ય છે એ જોશે એટલે ખ્યાલ આવશે. શિરપુર જેવા ગામડા ગામમાં, જ્યાં આપણને એક પણ ચીજ વસ્તુ મળે નહી, કઈ પણ વસ્તુ લાવવી હોય તે, આકેલા અગર બાલાપુર ૫૦ માઈલ સુધી તે જવું જ પડે ! આવા એક ખૂણામાં આવું સુંદર કલામય મંદિર ઠેઠ પાયાથી માંડીને શિખર સુધી બે વર્ષના અત્યંત ટૂંકા ગાળામાં બંધાવવું એ મારા માનવા મુજબ મહાપુરૂષાર્થનું કાર્ય છે. આ પુરૂષાર્થ શ્રી હરખચંદભાઈ જ કરી શકે છે. તેઓએ આ કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી ઘરના કામકાજની તમા રાખી નથી, તડકે કે ટાઢ કેઈ જોયા નથી; જરૂર પડે ત્યારે તરત જ દોડી જાય; નાની કે મેટી દરેક બાબતમાં ખ્યાલ રાખે અને જાગૃત રહે, એક સાથે અનેક કાર્યોને કુશલતાપૂર્વક ચલાવી શકે એવી આવડતવાળી સતત હસમુખ એવી વ્યક્તિ શ્રી હરખચંદભાઈ શું ખરેખર ખુશબુદાર જીવન નથી જીવતા? તેમના જીવનમાંથી શું આપણને પ્રેરણું નથી મળી શકતી ? એવા તે કેટલાક પ્રસંગે છે કે જ્યારે જ્યારે હરખચંદભાઈની સેવાવૃત્તિની કટી થઈ છે, ત્યારે ત્યારે તેઓએ અપૂર્વ ધીરજ દાખવી છે. ખૂબ ગંભીરતાથી તેઓ તે પ્રસંગમાંથી સહીસલામત પસાર થયા છે. એવા એક એક પ્રસંગને આપણે યાદ કરીશું અને અહીંયાં ટાંકવા ધારીશું તે મને ભય છે કે આ પરિચય ઘણે જ લંબાશે અને તેમના જીવનના બીજા પાસાઓને આપણને જેવાને અવસર રહેશે નહિ.