________________
સને જાણ સરખી પ્રતિકૂલતા ન ઉભી થાય એ હેતુથી બહાંક દ્રવ્યવ્યયથી યાત્રાળુઓની સગવડ માટે વ્યવસ્થાઓ ચાલુ થઈ.
' શીરપુર નગરથી દૂર બહાર જૂના જિનાલયવાળા બગીચામાં હજારે યાત્રાળુઓ સુખથી ઉતરી શકે એ એક મંડપ અને રૂમે મોટા પ્રમાણમાં બંધાયા. અને આ સ્થળનું શુભ નામાભિધાન “વાણારસી નગરી” રખાયું બીજું એક “મહાવીર નગરમાં પણું સુંદરકૃતિવાળું નિર્માણ થયું. ગામની સ્કૂલે તથા ધર્મશાળાઓ પણ રોકવામાં આવી.
સંઘને જાહેર આમંત્રણ પત્રિકાઓ દ્વારા આમંત્રણ મેકલાવાયું. વિધિવિધામાં પ્રસિદ્ધ અને દક્ષ છાણીનું શાહ રમણભાઈ તથા ચીનુભાઈનું મંડળ બેલાવવાયું. ત્રણેય કાલ મધુર સરદેશી વાતાવરણને ગૂંજી મૂકતાં ચેઘડીયાં ગોઠવાયાં. બેન્ડ, દેશી વાદ્યને મધુર ધ્વનિ ત્રણેય કાલ ચારેય દિશાઓને મંગલ સરાદથી ભરચક બનાવતે થયે.
પ્રત્યેક કાર્યોની સતત અનુકૂળતા રહે એ હેતુથી ભજનકમીટી, મહોત્સવકમીટી, આગંતુકની સ્વાગતકમીટી, વિધિવિધાન વ્યવસ્થા સમિતિ, પ્રવચન વ્યવસ્થા સમિતિ એમ અનેક ગામના સેવાભાવીઓની સમિતિએ નક્કી કરાઈ.
મહેમાનોને ઉતારવા, જમાડવા, સાચવવાની વ્યવસ્થા માટે સેવાભાવી આકેલા, ખામગામ, બાલાપુર અને નાગપુસ્ના મંડળે આમંત્રાયાં અને સ્વ-કાર્યમાં પરાયણ રહેવા તત્પર બન્યા.