________________
કમઠ જેવા શઠને આપે સમકિતનું દાન કર્યું. આપની ચિ કાલ સેવા કરનાર અષઢાભૂતિ શ્રાવકને આપે મોક્ષાસ્પદ કર્યો. ભક્તિથી આલિંગન કરનાર હાથીને આપે સ્વર્ગે મોકલ્યા. (કલિકુંડતીર્થ) નવાંગી ટીકાકાર અભયદેવસૂરિજી મહારાજને કેઢ રેગથી મુક્ત કર્યા. પાલણપુરના રાજા પાલણે ચરણસેવાથી રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું. ઉદેશી શેઠને ઘેર ઘીની વૃદ્ધિ કરી.
હે નાથ! એલચપુરના શ્રીપાલ રાજાને કુકરેગ આપે નાબૂદ કર્યો અને સુવર્ણકામ બનાવ્યું. કલિયુગમાં આપ આકાશમાં બીરાજવા ઈચ્છતા હતા પણ અભયદેવસૂરિ મહારાજના તેત્રથી આપ જિનાલયમાં પધાર્યા.
અનંત વર્ણનવાળા, અનંત અતિશયી આપના કેટલા ગુણેનું વર્ણન કરું ! આપે અનેક ચમત્કારે બતાવી કલિયુગમાંય સર્વને શ્રદ્ધાળુ બનાવ્યા છે. આવાં આવાં અનેક ઉપકારનાં કામ આપે કર્યા. તે મારા જેવાને નેત્ર આપવાં આપશ્રીને ક્યાં કઠિન છે?
હે નાથ! હે તાત! હે માત! હે નિષ્કારણ બધે! હે વામાકુક્ષિ હંસ! હે અશ્વસેન કુલચંદ્ર ! મારા જેવા દીનને પ્રત્યક્ષ દર્શન આપે. કૃપાવંત કૃપા કરે. મને નેત્ર આપ. આપશ્રીના દર્શન કરીને હું પાવન જન્મ બનાવું.
આ પ્રમાણેના ઉદ્દગારે મુખમાંથી નીકળતાં ભાવુક દર્શનેછુક ભાવવિજયજી મહારાજનાં નેત્રપડો તૂટી ગયાં, અને પ્રભુનાં પ્રત્યક્ષ દર્શન થયાં. જેમ સૂર્ય ઉગતાં સર્વ પદાર્થો.