________________
સન્મુખ દેખાય છે તેમ ભાવવિજયજી મહારાજને ગયેલાં નેત્ર પુનઃ સાંપડતાં સર્વ દર્શન થયાં. પારસમણિના સંગથી લેતું જેમ સુવર્ણ બને તેમ ભાવવિજયજી મહારાજ પણ પ્રભુદર્શ. નથી સુવર્ણની જેમ ચમક્તા થયા.
પ્રભુની સામે એક નજરથી પુનઃ ચિત્યવંદન કર્યું. વિવિધ સ્તવના કરી અને પછી પારણું કરીને મુનિ શ્રી કૃતકૃત્ય થયા. પુનઃ પુનઃ અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના મુનિવયે દર્શન કરી તૃપ્તિ પેદા કરી.
રાત્રિના ભાવવિજયજી મહારાજ પાર્શ્વનાથનું ધ્યાન કરીને સૂતાં ત્યાં સ્વમમાં શાસનદેવે આવીને કહ્યું કે, વત્સ ! અહીં જાનું મંદિર નાનું છે. તું દીર્ઘ વિસ્તારવાળું નવું જિનાલય બનાવ અને પ્રભુને પુનઃ પ્રતિષ્ઠિત કર, દેવીના વચનથી પ્રસન્ન થયેલા મુનિરાજે પ્રાતઃકાલમાં શ્રાવક-સંઘને આ વાત જણાવી. સંઘ પણ આવું પુણ્યકાર્ય કરવા હર્ષિત થયે. ભાવવિજયજી મહારાજે શ્રાવક સંઘને ઉપદેશ આપીને નવું, જૂના મંદિરની સમીપ જિનાલય નિર્માણ કરાવ્યું. એક વર્ષમાં તે તૈયાર થયું. અને તે નવા જિનાલયમાં ભાવવિજયજી મહારાજે વિ. સં. ૧૭૧૫ ના ચૈત્ર સુદી છના મંગલ દિવસે સવિધિ પ્રતિષ્ઠા કરાવી. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સ્વયમેવ જૂના મંદિરમાંથી નવા મંદિરમાં આવીને ભૂમિથી એક આંગળ અદ્ધર બીરાજમાન થઈ. ભાવવિજયજી મહારાજે મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી અને પ્રભુમહિમા વધાર્યો.
પૂર્વાભિમુખ પ્રભુપ્રતિમા બીરાજમાન કરાયાં. ભાવવિજયજી