________________
૫
અને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના શ્રી રાવણના કાલથી તે તેના સમય સુધીના ઇતિહાસ જણાવ્યેા અને ભાવવિજયજી મહારાજને કહ્યું કે એ પ્રભુના દર્શનથી—ભક્તિથી રેગ નાબૂદ થશે. (પહેલાં જે અતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની ઉત્પત્તિ અને શ્રીપાલ રાજાએ કરેલી મૂર્તિની પ્રાપ્તિ એ સર્વ ઇતિહાસ શ્રી પદ્માવતીદેવીએ કથન કર્યાં.)
આ વાત ભાવિજયજી મહારાજે સ્વ-ગુરુભાઇઓને અને શ્રાવકાને જણાવી. કેટલાક શ્રાવક સંઘની સાથે ભાવવિજયજી મહારાજે શ્રી અંતરિક્ષજી તીથ પ્રતિ વિહાર લમાગ્યે. અર્થીજના ઉતાવળા જ હાય છે. ક્રમશઃ વિહાર કરતાં મુનિશ્રી અંતરિક્ષજી તી આવી પહેાંચ્યા. શ્રી ચમત્કારી પાર્શ્વનાથ ભગવાનના સંધમાં આવેલા સર્વ શ્રાવકને દર્શીન થયાં. સર્વે હષઁથી નાચી ઉઠ્યા. ભાવના ભાવતાં હૃદય પુલકિત થયાં પણુ ભાવવિજયજી મહારાજને દૃન ન થયાં. ઘણા જ ચિંતાતુર અન્યા. અને પશ્ચાત્તાપથી સ્વ-ચિત્તમાં વિચારવા લાગ્યા કે હું કેવા નિર્વાંગી કે આવા તારક દેવનાં પુણ્ય-દર્શન મને
ન જ મળ્યાં.
સત્ત્વ-મૂર્તિ મુનિમહારાજે અન્ન-પાણીને ત્યાગ કર્યા અને એક પાર્શ્વનાથ ભગવાનના જ ધ્યાનમાં એકાગ્ર અન્યા અને સ્તવના કરતાં-કરતાં ખેલ્યા, હે નાથ ! આપ અપકારીએ પર ઉપકાર કરનારા પરમાથ પ્રતિમા છે, વાંછિત ફૂલને પૂરનાર આપ કલ્પવૃક્ષ છેા. આપે સ્વાર્થ વગર અગ્નિમાં બળતા નાગને મચાવી ધરણેન્દ્ર બનાવ્યેા. હે તારક ! અતિનિષ્ઠુર